ફિનલેન્ડની એક માધ્યમિક શાળામાં મંગળવારની સવારે એક 12 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કરતા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય બે વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ઘટના પછી ગોળીબાર કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે.
સવારે 9.08 કલાકે ગોળીબારની જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં શસ્ત્રો સાથેની પોલીસ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીની બહાર આવેલા વાન્ટા શહેરમાં આવેલ લોઅર સેક્ધડરી સ્કૂલની આસપાસ તૈનાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર અને પીડિતો તમામની ઉંમર 12 વર્ષની છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વિદ્યાર્થીની હેન્ડગન સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલ એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું છે. ઘાયલ થયેલા અન્ય બે વિદ્યાર્થીઓની પણ સ્થિતિ ગંભીર છે તેમ યુસિમા પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ ઓફ પોલીસ ઇલ્કા કોસ્કીમાકીએ જણાવ્યું છે. ફિનલેન્ડના વડાપ્રધાન પેટેરી ઓર્પેએ એક્સ પર જણાવ્યું છે કે તે આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ફિનલેન્ડમાં શાળામાં ગોળીબારની બે મોટી ઘટનાઓ જોવા મળી છે. નવેમ્બર, 2007માં શાળામાં થયેલ ગોળીબારની ઘટનામાં 9 લોકોનાં મોત થયા હતાં. સપ્ટેમ્બર 2008માં થયેલી ઘટનામાં 22 વર્ષના વિદ્યાર્થીએ 10 લોકોની હત્યા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech