ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી: 9.59 કરોડ પરિવારને રાહત

  • March 25, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી છે. જેમાં ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયને પગલે 9 કરોડથી વધુ પરિવારને દર મહિને 200 રૂપિયાનો ગેસ સિલિન્ડર પર ફાયદો થશે. જોકે સરકારના આ નિર્ણયથ 7680 કરોડ રૂપિયાનો બોજો વધશે. અગાઉના ચાલુ નાણાકીય વર્ષમાં 6100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે 12 ગેસ સિલિન્ડર પર સબસીડી આપવામાં આવે છે જેમાં વધારો કરી અને વધુ એક વર્ષ માટે આ યોજના હેઠળ સબસીડી લંબાવી દીધી છે. સરકાર ગરીબ પરિવારની મહિલાઓને એલપીજી કનેકશન આપવા માટે મેં 2016મા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જે સબસીડીની રકમ લાભાર્થીઓને જે તે બેંક ખાતામાં જ સીધી જમા કરી દેવામાં આવે છે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ફોર્મેશન લિમિટેડ દ્વારા 22 મે 2022 પહેલા જ આ સબસીડી આપવામાં આવે છે.

ઘરેલું વપરાશમાં લેવાતા ગેસના સિલિન્ડરના ભાવ આસમાનને આંબી રહ્યા છે. માર્ચ મહિનામાં આ ગેસના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો જબરો વધારો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે લાંબો સમય સુધી સ્થિર રહ્યા બાદ આ કિંમતમાં એક ઝાટકે વધાર આવ્યો હતો. પરીણામેં દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.તણાવભરી પરિસ્થિતિને બદલે એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં પીએમયુવાય લાભાર્થીઓને એલપીજીની ઊંચી કિંમત સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application