લિમિટ વધી: પીએફ્માંથી એક સાથે લાખ રૂપિયા ઉપાડી શકાશે

  • September 20, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જે લોકો પીએફ્માંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે કે હવે એક સાથે તેઓ એક લાખ રૂપિયા ઉપાડી શકશે.સરકારે લિમિટમાં વધારો કર્યો છે, જે અગાઉ 50 હજાર હતી. સરકારે અંગત જરૂરિયાતો માટે ઉપાડી શકાય તેવી રકમની મયર્દિા વધારીને ડબલ કરી દીધી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ગ્રાહકો હવે વ્યક્તિગત જરૂરિયાતો માટે તેમના ખાતામાંથી એક સમયે 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે, જે અગાઉની ા.50,000ની મર્યાદા કરતાં વધુ છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, શ્રમ મંત્રાલયે ઈપીએફઓની કામગીરીમાં ઘણા ફેરફારો અમલમાં મૂક્યા છે, જેમાં નવા ડિજિટલ ફ્રેમવર્ક અને સુગમતા અને જવાબદારી વધારવા, સબસ્ક્રાઇબર્સ માટે અસુવિધાઓ ઘટાડવા અપડેટ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. વધુમાં નવા કર્મચારીઓ કે જેમણે તેમની વર્તમાન નોકરીમાં હજુ છ મહિના પૂરા કયર્િ નથી તેઓ પણ હવે ભંડોળ ઉપાડવા માટે પાત્ર છે, જે અગાઉની મયર્દિા કરતા અલગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application