વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સાંજ બાદ મઘા નક્ષત્રમાં ભાવનગર શહેરના કેટલાક પરા વિસ્તારોમાં ગાજવીજ સાથે એક ઈંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો.જ્યારે શહેરના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં મેહ માત્ર ગાજ્યા હતા,પરંતુ વરસ્યા ન હતા. ગારિયાધારમાં બે,મહુવામાં દોઢ, પાલિતાણામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેસર અને તળાજામાં શ્રાવણી સરવડા વરસ્યા હતા.આથી ખરીફ પાકને સારો ફાયદો થયો છે.
ભાવનગર શહેરમાં ગુરૂવારે આખો દિવસ ગરમી અને અસહ્ય બફારો રહ્યા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કાળા વાદળો મંડાયા હતા. જો કે મેઘમહેર ફક્ત ભાવનગરના ભરતનગર, સરદારનગર, - શહેર ફરતી સડક, ગાયત્રીનગર,કાળીયાબીડ અને સિદસર રોડ આજુબાજુના વિસ્તારમાં વરસી હતી. આ વિસ્તારોમાં રાત્રે પોણા સાડા સાત વાગ્યે વાદળો વરસવા શરુ થયા હતા અને જોતજોતામાં વીજ ગર્જના સાથે - અષાઢી ધારાએ ૩૫ મિનિટમાં એક ઇંચથી વધુ ઇંચ વરસાદ વરસી ગયો હતો.આથી પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયાં હતાં. જ્યારે શહેરના મધ્ય વિસ્તાર,સુભાષનગર, એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ડોન, ડાયમંડ ચોકથી લઈને છેક પાનવાડી, વિઠ્ઠલવાડી ,દેસાઈનગર, ચિત્રા સુધી ગાજવીજ તો થઈ પણ મેઘમહેરમાં માત્ર છાંટા વરસ્યા હતા. ગારીયાધાર શહેર તેમજ પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી.સાંજે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ૪૬ મિમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.ગારીયાધાર શહેરના પચ્ચેગામ રોડ રૂપાવટી રોડ આશ્રમરોડ પર ભારે પાણી ભરાયા હતા.ગારીયાધાર પંથકના ગામડાઓમાં પણ વરસાદના વાવડ મળ્યા હતા.ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાલિતાણામાં પણ મોડી સાંજ બાદ વાતાવરણ જામ્યું હતુ અને ૨૮ મી.મી. એટલે કે એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.મહુવા શહેર અને તાલુકામાં ભારે ગરમી અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાયું હતુ અને જોતજોતામાં દોઢ ઈંચ પાણી પીરસી દીધુ હતુ.વરસાદ વરસતા શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહુવામાં ૩૬ મિમી. વરસાદથી આ ચોમાસામાં કુલ વરસાદ ૬૪૭ મી.મી. એટલે કે ૨૬ ઈંચ થઈ ગયો છે. મહુવામાં કુલ વાર્ષિક વરસાદ ૬૭૪ મી.મી. છે એટલે કે ગુરૂવારે સાંજ સુધીમાં મહુવામાં આ સિઝનમાં કુલ વરસાદના ૯૬ ટકા વરસાદ વરસી ગયો છે. તળાજામાં શ્રાવણી સરવડા વરસ્યા હતા અને ૨ મી.મી. અને જેસર માં ઝાપટુ પડતા એક મિમી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech