બાઇકચાલકને ગંભીર ઇજા : આરોપી ચાલકની શોધખોળ
જામનગર નજીક દરેડ-લાલપુર રોડ, નીલગીરી ગોળાઇ પાસે ગઇકાલે ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો, જેમાં એકનું મોત થયું છે અને એકને ગંભીર ઇજા થઇ છે, બનાવ અંગે ફોરવ્હીલ ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર નજીક દરેડ મુરલીધર પાર્ક, મકાન નં. 29/3 ખાતે રહેતા ફ્રુટની રેકડીનો ધંધો કરતા જીતેશ ચનાભાઇ ગરોદળીયા (ઉ.વ.45) એ ગઇકાલે પંચકોશી-બીમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે10બીઆર-7091ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદની વિગત મુજબ ગઇકાલે દરેડ-લાલપુર રોડ, નિલગીરી ગોળાઇ પાસે ઉપરોકત નંબરના ફોરવ્હીલ ગાડીના ચાલક પોતાની ગાડી ગફલતભરી રીતે અને પુરઝડપે ચલાવી મોટરસાયકલ નં. જીજે10એજી-0910ને સામેથી હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં બાઇક ચાલક કિશનભાઇ ભટ્ટીને શરીરે ગંભીર ઇજાઓ કરી તથા મોટરસાયકલ પાછળ બેઠેલા દિલીપભાઇને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદના આધારે પીએસઆઇ કાંટેલીયા દ્વારા ફોરવ્હીલ ચાલકની અટકાયત કરવા સહિતની કાર્યવાહી આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech