શહેરના ઉધોગનગરમાંથી દારુની બાટલી સાથે એકની અટકાયત

  • November 28, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઉધોગનગર વિસ્તારમાંથી એક શખ્સને ઇંગ્લીશ દારુની બોટલ લઇને નીકળતા ઝડપી લેવાયો હતો.
જામનગર પવનચકકી પાસે પેટ્રોલપંપની બાજુમાં રહેતા દિપક ઉર્ફે લાલો મેહુર જાદવ (ઉ.વ.૩૨) નામના ભરવાડ શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને ઉધોગનગર ચોકીની બાજુના રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે પકડી પાડી દારુ અંગે પુછપરછ કરી હતી અને તેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
***
આવાસ નજીક દારુના પૈસાની માંગણીના પ્રશ્ર્ને યુવાન પર છરીબાજી: એક શખ્સે યુવાનને મુંઢ માર મારી પડખા-કોણીમાં ઘા ઝીંકી દીધો
જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં એક યુવાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, દારુના પૈસાની માંગણીના પ્રશ્ર્ને તકરાર થતા ઇજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
જામનગરના વુલનમીલ મહાકાળી મંદિર પાસે આવેલ રાવળવાસમાં રહેતા વિજય ચમનભાઇ ગોહીલ (ઉ.વ.૪૦) નામના યુવાન પાસે આરોપી દીકુએ દારુ પીવાના પૈસા માંગ્યા હતા આથી વિજયએ પૈસાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી મુંઢ માર માર્યો હતો તેમજ છરી વડે હુમલો કરી ફરીયાદીને પડખા અને કોણીના ભાગે ઇજા પહોચાડી હતી, આ બનાવ અંગે વિજય ગોહીલે ગઇકાલે સીટી-સીમાં જામનગરના દીકુ નવલ ગોહીલ નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application