અમદાવાદની મહિલાની સંડોવણી : હર્ષદમીલની ચાલી રોડ અને દિ.પ્લોટમાં દારુ અંગે દરોડા
જામનગર - રાજકોટ ધોરી માર્ગે ધ્રાંગડા ગામના પાટીયા નજીકથી પોલીસે એક મોટરકારને આંતરી તેમાંથી ૨૪ નંગ દારૂની બોટલનો જથ્થો કબજે કરી એક આરોપીની અટક કરી હતી. જ્યારે દારુના આ કેસમાં મહિલા સપ્લાયરનું નામ ખુંલવા પામ્યું હતું. આ ઉપરાંત જામનગરના હર્ષદમીલની ચાલી રોડ અને દિ.પ્લોટ ૪૯માં દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર એલસીબી શાખાના હરદીપભાઇ, મયુરસિંહ તથા રુષીરાજસિંહને બાતમી મળી હતી જેથી ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી પસાર થતી એક મોટરકારને આંતરી હતી. અને તલાસી લેતા તેમાંથી ૯૬૦૦ ની કિંમત ની ૨૪ નંગ દારૂની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને મોટર કાર કબજે કરી કાર ચાલક જીતેન્દ્રસિંહ ઉર્ફે જેજે જુવાનસિંહ જાડેજા (રે. મોરારદાસ સાહેબ ખંભાલીડા)ની અટકાયત કરી હતી. જ્યારે દારૂ નો આ જથ્થો સપ્લાય કરનાર અમદાવાદની દીપ્તિ ઉર્ફે દક્ષા ગોસ્વામીને પોલીસે ફરારી જાહેર કરી તેની શોધ ખોળ શરુ કરી છે.
આ ઉપરાંત જામનગરના પટેલનગર શેરી નં. ૩માં રહેતા વિજય પ્રાગજી વાઘેલાને વિદેશી દારુની એક બોટલ સાથે હર્ષદમીલની ચાલી રોડ પરથી પોલીસે પકડી લીધો હતો, જયારે જામનગરના દિ.પ્લોટ ૪૯, ડેરી પાસે રહેતા રાજ દિપક ભદ્રાના મકાને પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૫ બોટલ કબ્જે કરી હતી જયારે આરોપી નાશી છુટયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સફાઈ કર્મીઓએ જૂની પેન્શન યોજના મુદ્દે આપ્યું આવેદન
January 13, 2025 01:58 PMજામનગર: લાલપુર તથા આસપાસના વિસ્તારોમા બુટલેગરોના મકાનોમાં વીજ વિભાગને સાથે રાખીને પોલીસનું ચેકીંગ
January 13, 2025 01:51 PMજામનગર: ઐતિહાસિક પીરોટન ટાપુ પરથી ધાર્મિક દબાણ દૂર, શું બોલ્યા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું
January 13, 2025 01:47 PMMahaKumbh 2025: જો મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખીને યાત્રા બનાવો સરળ અને સુરક્ષિત
January 13, 2025 01:09 PMજામનગર : વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવતા કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત
January 13, 2025 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech