૫.૩૦ લાખનો મુદામાલ કબ્જે : કાલાવડ નાકા પાસે બિયરના ટીન અને લાલપુરમાં ચપલા સાથે શખ્સો ઝબ્બે
જામનગર નજીક આમરા ગામના પાટીયા પાસે સ્વીફટ ગાડીમાં દારુની હેરાફેરી કરતા જામનગરના શખ્સને ૬૦ બોટલ સહિત ૫.૩૦ લાખના મુદામાલ સાથે પકડી લીધો હતો, જયારે એકનું નામ ખુલ્યુ હતું, કાલાવડ નાકા પુલ પાસેથી એક શખ્સ બિયરના ૩ ટીન સાથે ઝપટમાં આવ્યો હતો અને લાલપુરમાં દારુના ચપટા સાથે એકને દબોચી લેવાયો હતો.
જામનગરના નિલકંઠ સોસાયટીની પાછળ તિરુપતી ૪/એ વાળી ગલીમાં રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા નામનો શખ્સ વાહનમાં દારુની હેરાફેર કરે છે એવી બાતમના આધારે સિકકા પોલીસ દ્વારા આમરા ગામના પાટીયા પાસેથી તેને પકડી લીધો હતો.
તપાસ દરમ્યાન ઇંગ્લીશ દારુની ૬૦ બોટલ તથા સ્વીફટ ગાડ નં. જીજે૩૭એમ-૩૬૨૩ મળી કુલ ૫.૩૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, બિપીનની પુછપરછ કરતા દારુનો જથ્થો જામનગર યાદવનગરના મયુર ઉર્ફે મયલો ભાટીયા નામના શખ્સ પાસેથ મેળવ્યો હતો આથી બંનેની સામે સિકકા પોલીસમાં પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
અન્ય દરોડામાં જામનગરના કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી-૩માં રહેતા ઇરફાન હુશેન શેખ નામના શખ્સને કાલાવડ નાકા પાસેના પુલ પાસેથ બિયરના ૩ ટીન લઇને નીકળતા દબોચી લીધો હતો.
આ ઉપરાંત લાલપુરના સરીતાપાર્ક-૨માં રહેતા કમલેશ દેવાણંદ નંદાણીયાને દારુના ચપટા સાથે હોટલ રોડ પરથી પકડી લીધો હતો અને તેની સામે ફરીયાદ કરવામાં આવી હતી.
***
જામનગર-લાલપુરમાં દેશી દારુના હાટડા પર દરોડા: દેશી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત
જામનગરના બાવરીવાસમાં રહેતી ગીતાબેન રાહુલ ડાભીને ત્યાંથી ૭ લીટર દારુ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. બાવરીવાસમાં રહેતી પાર્વતીબેન બળદેવ બાવરીને ત્યાંથી ૯ લીટર દારુ, ૧૦૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
આ ઉપરાંત લાલપુરના સેવક ભરુડીયા ગામમાં રહેતા સાગણ નારણ ઘોડા નામનો શખ્સ દેશી દારુની ભઠ્ઠી ચલાવે છે આથી દરોડો પાડીને ૬૦૦ લીટર આથો, ૧૦ લીટર દેશી દારુ અને ભઠ્ઠીના સાધનો સાથે પકડી લીધો હતો. તેમજ જામનગર દિ.પ્લોટ-૪૯ ચારણનેશમાં ખીરીબેન માલસુર સોરીયાને ત્યાથી ૯ લીટર દેશી દારુ અને શંકરટેકરીમાં પ્રિયાબા ઉર્ફે સુહાના ગફાર ખફીને ત્યાથી ૪ લીટર દેશી દારુ મળી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech