માંગરોળમાં એમડી ડ્રગ્સના ૬.૮૧ લાખના જથ્થા સાથે એક ઝડપાયો, બીજો છનન

  • December 26, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ જિલ્લ ામાં નશીલા પદાર્થોની બદીને ડામવા પેટ્રોલિંગ દરમિયાન એસ ઓ જી પોલીસે ૬.૮૧ લાખના પ્રતિબંધિત મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે માંગરોળના ઇસમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.એસ.પી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પી.આઈ ગોહેલ સહિતના સ્ટાફે બાતમીને આધારે પેટ્રોલિંગ હાથ ધરતા માંગરોળના ઇન્દિરાનગર વિસ્તારમાં નેશનલ હોન્ડા શો‚મની સામે સહારા પાનવાડી ગલીમાં રહેતા નિશાર અહેમદ બસીર અહેમદ શેખ નામના ઇસમ મકાનની તલાસી લેતા ૬૮.૧૮ એમડી ડ્રગ્સ, ૧ મોબાઈલ મળી ૬.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ડ્રગ્સ મામલે માંગરોળનો જાબીર ઈબ્રાહીમ કુરેશી મદદગારી કરી હોવાનું ખુલતા પોલીસે હાથ ન આવેલ જાબીર કુરેશીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે માંગરોળ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application