મોરબી શહેરના વિસીપરામાં ભાડાના મકાનમાં રહેતા ઇસમના ઘરમાં રેડ કરી બી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કીમત રૂ ૧,૨૬,૬૯૦ નો જથ્થો કબજે લીધો છે તો અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શ્રદ્ધા પાર્ક શેરી નં ૦૪ વિસીપરામાં રહેતા અંકિત અરૂણભાઈ રાઠોડ ભાડાના મકાનમાં રહેતો હોય જ્યાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૯૬ કીમત રૂ ૧,૨૬,૬૯૦ નો જથ્થો જપ્ત કરી આરોપી અંકિત અરૂણભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) રહે શ્રદ્ધા પાર્ક શેરી નં ૪ હાલ રહે શ્રદ્ધા પાર્ક શેરી નં ૪ વિસીપરા મોરબી મૂળ રહે સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપી જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે રાજસ્થાન વાળાનું નામ ખુલ્યું છે. દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીનો ગુનાહીતી ઈતિહાસ જાણવા મળ્યો છે પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી અંકિત રાઠોડ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન અને જુગારના ચાર જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે એમ છાસિયા, મદારસિંહ મોરી, બી આર ખટાણા, ભરતભાઈ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, વિજયભાઈ ચાવડા, યોગેશદાન ગઢવી, બ્રિજેશભાઈ બોરીચા, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, કમલેશભાઈ મકવાણા સહિતની ટીમ જોડાયેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે, ઘણા જિલ્લાઓમાં પાર્ક-શાળાઓ બંધ
November 09, 2024 01:13 AMનેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન ઇઝરાયેલના નાગરિકો પર હુમલો, 12 લોકો ઘાયલ, નેતન્યાહુએ મોકલ્યા વિમાનો
November 09, 2024 01:11 AMભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું: શ્રેણીમાં 1-0ની લીડ
November 09, 2024 01:10 AMનાગરિક બેન્કની ચૂંટણીમાં ખુદ કલ્પક મણિયાર સંસ્કાર પેનલ સાથે મેદાનમાં ઉતર્યા
November 08, 2024 08:54 PMજામનગરમાં ગુરુનાનક દેવજીની 555 મી જયંતીની ઉજવણી કરવામાં આવશે
November 08, 2024 06:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech