થોરાળા પોલીસ મથકના સ્ટાફે ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે દા ભરેલી રિક્ષા ઝડપી લીધી હતી. પોલીસે રિક્ષામાંથી ૪૮ બોટલ દાના જથ્થા સાથે પાંજરાપોળ પાસે રહેતા શખસને ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને રીક્ષા સહિત પિયા ૧.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી તથા તેમની ટીમ જેમાં એએસઆઇ દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર, જયદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, રાજેશભાઈ બાલાસરા, પ્રકાશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, સતં કબીર રોડ તરફથી એક રીક્ષા ચુનારાવાડ ચોક તરફ આવી રહી છે જેમાં દાનો જથ્થો છે. આ બાતમીના આધારે પોલીસે અહીં રાજમોતી મિલ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન કાળા કલરની ઓટો રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૪૭૪૫ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે રીક્ષા અટકાવી હતી. બાદમાં તેમાં તપાસ કરતા રિક્ષામાંથી . ૨૪,૦૦૦ ની કિંમતનો ૪૮ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષાચાલક અફઝલ હાનભાઈ શાહમદાર (ઉ.વ ૨૭ રહે. પાંજરાપોળ પાસે, શાળા નંબર ૧૩, ભાવનગર રોડ) ને ઝડપી લઇ દાનો આ જથ્થો અને રીક્ષા સહિત . ૧.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાના અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કોઠીવાળ, કોન્સ્ટેબલ હાર્દિકભાઈ છૈયા, સંદીપભાઈ અવાડિયા સહિતનોસ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ફોર્જ એન્ડ ફોર્જ કારખાના સામે રૈયારાજના ડેલા પાસેથી જૈમીન દિનેશભાઈ કાપડિયા (ઉ.વ ૩૦) ને પિયા ૮,૬૯૬ ની કિંમતના ૩૮ બોટલ દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. યારે અન્ય દરોડામાં આ ટીમે જુના મોરબી રોડ સિટી સ્ટેશન પાસેથી સુરેશ ઉર્ફે સુરો રમેશભાઈ મકવાણા (ઉ.વ ૨૪ રહે. અનમોલ પાર્ક શેરી નંબર–૧ )ને દાની ૧૨ બોટલ સાથે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં ઓચિંતી આગ લાગી
January 09, 2025 10:15 AMપશુ પ્રત્યે અમાનવીય વર્તન દાખવનાર મહિલાએ આખરે સમાજની માફી માંગી
January 09, 2025 10:11 AMજીઆઈડીસી દ્વારા પોલીસ વિભાગને નાઈટ રાઉન્ડ માટે બોલેરો ની ભેટ
January 09, 2025 10:08 AMનગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે, ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી
January 09, 2025 10:07 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડી.વાય.એસ.પી. તરીકે નિમણૂંક
January 09, 2025 09:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech