જિલ્લાના ઘાંઘળી ગામના રોડ પરથી વિદેશી દારૂની ૩૯૦ બોટલો કિ.રૂ.૬૬,૩૦૦ અને ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૪,૬૭,૩૦૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, રાહુલ ભરતભાઇ ડાભી રહે.જલારામ સોસાયટી, ભાવનગર તેની હ્યુડાઇ કંપીનીની ફોર વ્હીલ નં.ૠઉં-૦૪-ઈઉં-૮૦૦૦ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઇ ધાંધળી ગામ તરફથી આવે છે. જે બાતમી આધારે શિહોર, ભાવનગર-રાજકોટ હાવેઇ પર વોચમાં ઉભા રહી બાતમીવાળી ફોર વ્હીલ આવતાં કારમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા રાહુલ ભરતભાઇ ડાભી (ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.પ્લોટ નં.૨૦૫, જલારામ સોસાયટી, આનંદનગર, ભાવનગર)ની ધરપકડ કરી પૂછપરછમાં તેણે મજબુતસિંહ સમરસિંહ ચુડાસમા (રહે.આનંદનગર, ભાવનગર)નું નામ આપતા કારમાંથી રીટ્ઝ રિઝર્વ સુપીરીયર ગ્રેન વ્હિસ્કી ૧૮૦ ખક ફોર સેલ ઇન મધ્યપ્રદેશની બોટલો નંગ-૩૯૦ અને કિ.રૂ.૬૬,૩૦૦ અને હ્યુન્ડાઇ વરના ફોર વ્હીલ નંબર ૠઉં-૦૪-ઈઉં-૮૦૦૦ કિ.રૂ.૪,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦ સહીત મળી કુલ કિ.રૂ.-૪,૬૭,૩૦૦ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, હીરેનભાઇ સોલંકી, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech