મોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ

  • January 09, 2025 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે કાર્યવાહી વધુ સઘન બનાવી છે. એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાઈનીઝ દોરીના એક હોલસેલર વેપારીને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લાખો રૂપિયાની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે વિપુલ હસમુખભાઈ હિરાણી નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂપિયા ૨.૬૫ લાખની કિંમતની ૪૦૮ નંગ ચાઈનીઝ દોરીની ફિરકીઓ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપુલ હિરાણીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અગાઉના ચાઈનીઝ દોરીના એક ગુનામાં પણ નામ ખુલ્યું હતું. હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં જામીન મળતાં બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી છે.


આ કાર્યવાહી મોરબી પોલીસ દ્વારા મકરસંક્રાંતિના તહેવાર પહેલાં કરવામાં આવી છે, જેથી કરીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર અંકુશ લગાવી શકાય. ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી અત્યંત ઘાતક હોય છે અને તેનાથી અનેક અકસ્માતો સર્જાય છે, જેના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application