ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમી ગિરનારની લીલી પરિક્રમાનો આજે મધરાત્રીએ સંતો મહંતો, ધારાસભ્ય, રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શાક્રોકત વિધિ પૂજન સાથે પ્રારભં થશે.ગઈકાલે સવારે ભાવિકોના ઘસારાના કારણે પરિક્રમા વહેલી શ કરી દેવામાં આવતા આજે રાત્રે ઉધ્ઘાટન વિધિ માત્ર ઔપચારિક બની રહેશે. ભવનાથ તળેટી દુધેશ્વર મંદિર પાસે ગુદત્ત ભગવાનનું પૂજન અને શ્રીફળ વધેરી પરિક્રમા નું ઉદઘાટન કરાશે.આજે વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે પોણા લાખથી વધુ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી પરિક્રમા પૂર્ણ કરવાના આરે પહોંચ્યા છે.
ગિરનારની લીલી પરિક્રમા છેલ્લા ચાર વર્ષથી વહેલી શ કરી દેવામાં આવે છે. જેથી અગિયારસ ની મધરાત્રે શાક્રોત વિધિ સાથે થતી પરિક્રમા ની ઉધ્ઘાટન માત્રને માત્ર શુકન અને પરંપરા સાચવવા ઔપચારિક બની રહે છે. પરંતુ પરિક્રમા વહેલી શ થવાથી પરંપરા જળવાતી નથી. આજે રાત્રે દૂધેશ્વર મંદિર ઇન્દ્રભારતી બાપુ ના ગેટ પાસે ભગવાન ગુદત્તનું પૂજન અર્ચન કરવામાં આવશે જેમાં સંતોમાં શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહાદેવ ગીરીબાપુ, કિશનદાસ બાપુ, સહિત ગિરનાર મંડળના સંતો મહંતો ની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરી ઇન્દ્રભારતી બાપુ ના ગેટ પાસે રીબીન કાપી પરિક્રમાનો શુભારભં કરાશે. જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, કલેકટર અનિલ રાણા વસિયા, કમિશનર ડો ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, આસિસ્ટન્ટ કમિશનર ટેકસ કલ્પેશભાઈ ટોલીયા, પૂર્વ મૈયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરગં દળ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે.પૂજન રીબીન કાપી હર હર મહાદેવ, જય ગિરનારીના નાદ સાથે વિધિવત પરિક્રમાનું પ્રસ્થાન થશે.
પરિક્રમામાં આગોતરી પરિક્રમા કરી તળેટી તરફ ભાવીકો પહોંચી રહ્યા છે. ગઈકાલે સવારે ૬ જંગલમાં પ્રવેશ કરેલ યાત્રિકો પૈકી આજે સવાર સુધીમાં પોણો લાખ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી અને પરિક્રમા પૂર્ણ કરવા તરફ પહોંચ્યા હતા તો આજે રાત સુધીમાં બે દિવસ પરિક્રમા શ થાય તે પૂર્વે જ અંદાજિત દોઢ લાખથી વધુ ભાવિકો ભવનાથ તળેટીમાં પહોંચશે જેથી આ વખતે વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે પરિક્રમા પૂર્ણ કરી પહોંચવાની પરંપરા વિસરાઈ રહી છે.
મનપા દ્રારા પરિક્રમામાં લાઈટ, પાણી, સફાઈ સહિતની સુવિધાઓ
ગિરનારની લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારભં થનાર છે. પરિક્રમામાં લાખો ભાવિકોના આગમનના કારણે મહાનગરપાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશ ના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર ઝાપડા ના નિદર્શન હેઠળ લાઈટ, પાણી, ગટર, આરોગ્ય સફાઈ, સહિતના વિવિધ વિભાગો દ્રારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રોશની વિભાગ મહાનગરપાલિકા લાઈટ શાખાના હાજાભાઇ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ભવનાથ વિસ્તારમાં ૧૦ હાઈ માસ્ટ ટાવર, ૪ જનરેટર, એલ ઈ ડી અને મેટલ લાઈટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સફાઈ વ્યવસ્થા ગિરનાર પરિક્રમા દરમિયાન ભવનાથ તળેટી વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા સેનિટેશન સુપ્રીડન્ટ કલ્પેશભાઈ ટોલિયા ના માર્ગદર્શન હેઠળ વધારાના ૧૪૦ સફાઈ કર્મીઓ, ગટરની સફાઈ કામગીરી માટે ૧૦ કર્મચારી, ૯ સેનેટરી ઇન્સ્પેકટર, ૪ સુપરવાઇઝર તથા કચરો એકત્ર કરવા ૭ ડોર ટુ ડોર કચરો કલેકશન, જેસીબી સહિતની સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ૨ પે એન્ડ યુઝ ટોયલેટ અને ૬ મોબાઈલ ટોયલેટ જુદા જુદા પાકિગ સ્થળે રાખવામાં આવેલ છે.
ત્રણ માહિતી કેન્દ્ર અને ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલ કંટ્રોલમ ભવનાથ પરિક્રમા માં ચાર દિવસ દરમિયાન મહાનગરપાલિકા દ્રારા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલ કંટ્રોલમ ઊભો કરાયો છે. આ ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તારમાં દત્ત ચોક, દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસે અને દુધેશ્વર પાસે એમ ત્રણ સ્થળોએ સેન્ટ્રલ કંટ્રોલમ કાર્યરત કરેલ છે. સેન્ટ્રલ કંટ્રોલ મના હેલ્પલાઇન નંબર ૦૨૮૫–૨૬૫૧૨૬૭,૦૨૮૫–૨૬૨૨૧૪૦, દત્ત ચોક હેલ્પલાઇન નંબર ૦૨૮૫૨૬૫૧૨૬૬, ઇન્દ્રભારતી ગેઈટ પાસે હેલ્પલાઇન નંબર ૦૨૮૫–૨૬૫૧૨૦૩ નંબર રાખવામાં આવેલ છે.
ત્રણ સ્થળોએ બુલેટ ફાયર સ્ટાફ અને ચાર તરવૈયાઓ
પરિક્રમામાં ભારી ભીડ હોવાના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ ફાયર વાહન પહોંચવામાં મુશ્કેલી થતી હોય છે જેથી તાત્કાલિક આગ લાગવાના કે ઈમરજન્સીના બનાવ બને તો ત્રણ સ્થળોએ ફાયર બુલેટ સ્ટાફની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech