વન નેશન વન ઇલેકશન સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરશે. આ બિલને 'બંધારણ (૧૨૯મો સુધારો) બિલ ૨૦૨૪' નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુકત સમિતિ (જેપીસી)ને મોકલવાની ભલામણ કરશે. બિલની નકલ સાંસદોને મોકલી દેવામાં આવી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યેા છે. આ સાથે જ કોંગ્રેસે પણ આજે બેઠક બોલાવી છે અને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યેા છે. વિપક્ષ વન નેશન, વન ઈલેકશનનો સતત વિરોધ કરી રહ્યો છે.
વાસ્તવમાં દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની તૈયારી ચાલી રહી છે. કાયદા પ્રધાન આજે લોકસભામાં બંધારણ સુધારણા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલને રજૂ કરશે. બંધારણ સુધારા બિલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની જોગવાઈ છે. યારે કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલમાં દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોને ચૂંટણી ચક્રની આ યોજના અનુસાર લાવવાની તૈયારી છે. બિલ બંને ગૃહોની સંયુકત સમિતિને મોકલી શકાય છે.
લોકસભાના કાર્યસૂચિમાં જણાવાયું છે કે બંધારણ (૧૨૯મો સુધારો) બિલ, ૨૦૨૪ કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે. આ બિલને વન નેશન, વન ઇલેકશન તરીકે ઓળખવામાં આવે છે. તેની રજૂઆત પછી, મેઘવાલ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતિ કરશે કે તે બિલને સંસદની સંયુકત સમિતિને વિગતવાર ચર્ચા માટે મોકલે.
સૌથી પહેલા જેપીસી કમિટીની રચના કરવામાં આવશે. સંયુકત પેનલની રચના વિવિધ પક્ષોના સાંસદોની સંખ્યાના પ્રમાણના આધારે કરવામાં આવે છે. કારણ કે ભાજપ સૌથી મોટો પક્ષ છે. આવી સ્થિતિમાં અનેક સભ્યો ઉપરાંત ભાજપના સાંસદને પણ સમિતિનું અધ્યક્ષપદ મળે તેવી શકયતા છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને સૂચનો લેશે. આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરિયાત પર ભાર મૂકશે. જે બાદ જેપીસી પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપશે. જો જેપીસી લીલી ઝંડી આપશે તો આ બિલ સંસદમાં લાવવામાં આવશે. જો આ બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ જશે તો તેને રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુને મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્ર્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે. જો આમ થશે તો દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ જશે.
કાયદા પ્રધાન મેઘવાલ કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ, ૨૦૨૪ પણ રજૂ કરશે. આ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ–કાશ્મીર, પુડુચેરી અને
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech