વન નેશન-વન ઈલેક્શન બિલ: વોટિંગ દરમિયાન ગેરહાજર રહેલા સાંસદોને BJPની નોટીસ

  • December 17, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર વોટિંગ દરમિયાન ભાજપના ઘણા સાંસદો ગૃહમાં હાજર ન હતા. હવે પાર્ટીએ આવા સાંસદોને નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન સંબંધિત બિલ રજૂ થયા બાદ મતદાન થવાનું હતું. ભાજપે વ્હીપ જારી કરીને પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું.


મંગળવારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર વોટિંગ દરમિયાન ભાજપના ઘણા સાંસદો ગૃહમાં હાજર ન હતા. હવે પાર્ટીએ આવા સાંસદોને નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે.


વાસ્તવમાં લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન સંબંધિત બિલ રજૂ થયા બાદ મતદાન થવાનું હતું. ભાજપે તેના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો હતો. પરંતુ તેમ છતાં મતદાન દરમિયાન ભાજપના 20થી વધુ સાંસદો હાજર રહ્યા ન હતા.


પક્ષમાં પડ્યા 269 મત

આ બિલ લોકસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ સૌપ્રથમ બિલ પર ઈલેક્ટ્રોનિક વોટિંગ કરાવ્યું હતું. ત્યારબાદ બિલની તરફેણમાં 220 અને વિરોધમાં 149 વોટ પડ્યા. આ પછી વિપક્ષના સાંસદોએ વિરોધ શરૂ કર્યો. ત્યારબાદ ફરીથી સ્લીપ દ્વારા મતો નાખવામાં આવ્યા હતા. આ વખતે બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 વોટ પડ્યા હતા. જો કે ત્યારબાદ બિલને ચર્ચા માટે જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું.


બે તૃતીયાંશ બહુમતી જરૂરી

એનડીએ પાસે લોકસભામાં 292 બેઠકો છે. બંધારણમાં સુધારો કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેથી બિલ પાસ કરવા માટે 362 સાંસદોના સમર્થનની જરૂર પડશે.


જ્યારે રાજ્યસભામાં NDAના 112 સાંસદો છે. અહીં બે તૃતીયાંશ બહુમતી માટે 164 સાંસદોના સમર્થનની જરૂર પડશે. સરકાર ઇચ્છે છે કે તમામ પક્ષો બિલ પર સર્વસંમતિ પર પહોંચી શકે. આ જ કારણ છે કે બિલ જેપીસીને મોકલવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application