યુવાનને બુટલેગરે ગાર્ડનમાં માર માર્યા બાદ હોસ્પિટલ જતા અહીં આવી ફરી મારકૂટ કરી

  • December 20, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગોકુલધામ વિસ્તારમાં ગીતાંજલિ સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પ્રથમ દોશી હોસ્પિટલ પાસે શ્રદ્ધા ગાર્ડનમાં તેના પર બુટલેગરે હત્પમલો કર્યેા હતો. બાદમાં યુવાન સારવાર માટે હોસ્પિટલ જતા અહીં આ બુટલેગર અને તેની પત્ની તથા માતાએ આવી મારામારી કરી હતી. જે અંગે યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરોધ ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પૂર્વે જ પોલીસે દાની રેડ પડી હોય જેથી યુવાન બાતમી આપ્યાનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગોકુલધામ ગાર્ડન પાસે ગીતાંજલિ સોસાયટી શેરી નંબર છ માં રહેતા રવિ દિનેશભાઈ ભટ્ટી(ઉ.વ ૩૪) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે લેડીસ પર્સ વેચવાનું કામ કરે છે. તા. ૧૮૮ ના સવારના આઠેક વાગ્યે આસપાસ શ્રદ્ધા ગાર્ડન દોશી હોસ્પિટલ પાછળ તે બેડમિન્ટન રમવા માટે ગયો હતો. દરમિયાન તેમના ઘર નજીક જ રહેતો રોહિત કનુ મેર અહીં તેની પાસે આવ્યો હતો અને યુવાને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી તેની સાથે બોલાચાલી કરી માર માર્યેા હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા તે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયો હતો. દરમિયાન સવારના ૦૯:૦૦ વાગ્યા આસપાસ રોહિત તથા તેની પત્ની મધુ અને તેના પિતા કનુભાઈ અહીં સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને હોસ્પિટલ સંકુલમાં જ યુવાન સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે મારામારી કરી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવાને આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application