ગણેશ ચતુર્થી નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરી ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવયો

  • September 07, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૭-૦૯-૨૦૨૪ ને શનિવાર- ગણેશ ચતુર્થી - ગણેશ ચોથ-ભાદરવા સુદ-૪ના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી તથા સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. ગણેશ ચતુર્થી નિમિતે હરિમંદિરમાં  સવારે ૮:૦૦ કલાકે બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી.  હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application