સુહાગરાતની રાતે પતિએ કર્યો એવો કાંડ...કે દુલ્હન ભાગીને સીધી પહોંચી પોલીસ સ્ટેશન

  • January 18, 2023 03:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


દિલ્હીની એક યુવતીનું હનીમૂનના સપના પર ફેરવાયું પાણી. યુવતી લગ્ન બાદ પતિ સાથે હનીમૂન પર  ઉત્તરાખંડના ઋષિકેશ ગઈ હતી પરંતુ અડધી રાતે તેની અને પતિ વચ્ચે બોલાચાલી થઇ ત્યાર બાદ હનીમૂનના સપના પર ફેરવાયું પાણી. ઋષિકેશમાં હનીમૂન મનાવવા ગયેલા યુવકે પોતાની પત્નીને લૂંટારુ દુલ્હન ગણાવીને સોશિયલ મીડિયા પર તેના વિશે આ વાતો ફેલાવી હતી. જ્યારે યુવતી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને પોતાના હનીમૂનની બધી જ વાતો જણાવી તો પોલીસના પણ હોશ ઉડી ગયા. મહિલાએ જણાવ્યું કે, રાત્રે તેના પતિએ તેની સાથે મારપીટ કરી હતી, તેથી તે ગુસ્સામાં ચાલી ગઇ હતી.


પીડિતાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન 28 નવેમ્બર, 2022 ના રોજ અલીગઢના યુવક સાથે થયા હતા. મને કહેવાયું કે યુવાન સરકારી નોકરી કરે છે જે પાછળથી ખોટું સાબિત થયું હતું. એટલું જ નહીં, તેની જીભ પણ અચકાતી હતી. લગ્ન બાદ બંને હનીમૂન પર ઋષિકેશ ગયા હતા, જ્યાં બોલાચાલી બાદ યુવકે યુવતીને ખૂબ માર માર્યો હતો.પીડિતાએ કહ્યું કે લગ્ન પહેલા બંને એકબીજાને મળ્યા હતા, જ્યારે તે માની ગઇ હતી, પરંતુ હનીમૂનની રાતે તેણે યુવતી સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને જાડી કહીને ગંદા  મહેણાં પણ માર્યા. અને દહેજને લઈને પણ ઘણા મેહણા માર્યા ત્યારબાદ તે ઘર છોડીને દિલ્હી આવતી રહી. ત્યારે તેણે પતિએ ખોટા આરોપ લગાવ્યા કે તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ મને બેહોશ કરીને અને સોશ્યલ મીડિયા પર ખોટી વાતો ફેલાવી. તેથી તેણે પોલીસ સ્ટેશન આવીને સમગ્ર મામલો જણાવ્યો અને તેણે કહ્યું કે હું લૂંટ કરીને ભાગી હોટ હું અન્ય આવત? યુવક સામે દહેજ ને માર પીટ નો ગુનોહ દાખલ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application