પોરબંદરમાં છેલ્લા કેટલાક સમયથી દેહદાન અને ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે ત્યારે લોહાણા અગ્રણીનું નિધન થતા તેમનું દેહદાન તથા ચક્ષુદાન કરવામાં આવ્યા હતા આથી તેમના પરિવારજનોને સરકારી મેડિકલ કોલેજની ટીમ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
‘સર્જન’ પરિવાર વધુ એક દેહદાન અને ચક્ષુદાન મેળવવા નિમિત્ત બન્યુ છે જેમાં પોરબંદરની ઓશીયાનિક હોટલવાળા દેવકરણભાઇરામજીભાઇ ગઢીયાનો તા. ૧૯-૧૨-૨૦૨૪ના રોજ સ્વર્ગવાસ થતા તેમના ચક્ષુનું દાન આપી બે અંધને રોશની આપી અને એમના પાર્થિવ શરીરનું જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરને દાન આપ્યુ.
તા. ૧૯-૧૨-૨૦૨૪ના વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દેવકરણભાઇ રામજીભાઇ ગઢીયા ઉ.વ. ૯૪નો સ્વર્ગવાસ થતા ગઢીયા પરિવારના અનીલભાઇ, રમેશભાઇ, ઉર્વષીબેન અને પ્રફુલ્લાબેને ઠકરાર હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી નીતિનભાઇ કોટેચાને સ્વ. દેવકરણભાઇની પોતાની જ હયાતીમાં જ દેહદાન અને ચક્ષુદાન આપવાની ઇચ્છાની જાણ કરતા તરત જ ડો. નીતિન પોપટને નેત્રદાન તથા દેહદાન માટે બોલાવી સ્વ. દેવકરણભાઇ રામજીભાઇ ગઢીયાના અમૂલ્ય નેત્રોનું દાન આપી બે અંધ વ્યક્તિઓને ફરીથી દ્રષ્ટિ આપવા માટેનું પુણ્યકાર્ય કર્યુ છે. તેમજ તેમનું દેહદાન મેડિકલ સ્ટુડન્ટના શરી રચનાના અભ્યાસ માટે દાન આપી પુણ્યનું કાર્ય કરેલ છે. ગઢીયા પરિવારે સ્વ. દેવકરણભાઇ રામજીભાઇ ગઢીયાના મૃત્યુ બાદ સમાજ માટે આવા દાન આપી જિંદગી કેમ જીવવી તેનો ઉત્તમ દાખલો સમાજને બતાવ્યો છે.
દેહદાન માટે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરના ડીન ડો. સુશીલકુમાર અને એનેટોમી વિભાગના વડા ડો. મયંકકુમમાર જાવિયાનો સંપૂર્ણ સહયોગ મળેલ હતો. મેડીકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર, ડો. મયંકકુમાર જાવીયા અને સર્જન પરિવારના ડો. નીતિન પોપટ, ગઢીયા પરિવારના આભારી છીએ.
પોરબંદર જિલ્લામાં નેત્રદાન, દેહદાન કરવા માટે તેમજ કીકીને કારણે અંધનો અંધાપો દૂર કરવા માટે ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧ અને મો. ૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર ૨૪ કકલાક અને ૩૬૫ દિવસ સંપર્ક કરવો.
પોરબંદર જિલ્લામાં દેહદાન કરવા માટે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરના ડો. મયંકકુમાર જાવીયાના મો. ૯૪૨૮૨ ૪૨૪૪૫, ડો. સંજય ચાવડાના મો. નંબર ૮૮૬૬૩ ૮૫૬૬૦ ઉપર ફોન કરી ૨૪ કલાક ૩૬૫ દિવસ બોલાવશો તેવી બધાને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech