શહેરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીને મેટોડામાં રહેતા તેના પ્રેમીએ કોલ્ડ્રીંકસમાં ઘેની પ્રવાહી ભેળવી બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતારી લીધો હતો.બાદમાં આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર તેના પર દુષ્કર્મ આચયુ હતું.જેનાથી કંટાળી જઇ યુવતીએ માવતરના ઘરે અગાશી પરથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો.બાદમાં તેણે આ અંગે વિરમ સાનીયા નામના શખસ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મેટોડામાં રહેતા અને અહીં મેટોડામાં જ જેસીબી ભાડે આપવાની ઓફિસ ધરાવનાર વિરમ નાગજીભાઈ સાનિયાનું નામ આપ્યું છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧ માં તે તથા તેનો પરિવાર મામાની દીકરીના લગ્ન હોવાથી ધ્રોલ પંથકમાં આવેલા ગામે મામાના ઘરે ગયા હતા. યાં આરોપી વિરમ સાનિયા સાથે મુલાકાત થઈ હતી લ બાદ પરિવાર રાજકોટ પરત આવી જતા વીરમે યુવતીને ફેસબુક પર રિકવેસ્ટ મોકલી હતી જે રિકવેસ્ટ યુવતીએ સ્વીકારી હતી બાદમાં બંને વાતચીત કરતા હતા અને મોબાઇલ નંબરની આપ–લે થઈ હતી. બે વર્ષ પૂર્વે વિરમ સાથે વોટસઅપ કોલમાં વાત કરી રાજકોટ મળવા માટે આવ્યો હતો. જેથી યુવતી ઘરેથી એકલી બહાર નીકળી લાખના બંગલાવાળા રોડ પર જતા અહીં વિરમ પોતાની સફેદ કલરની બોલેરો ગાડી લઈને આવ્યો હતો. યુવતી ગાડીમાં બેસી જતા અહીં કષ્ટ્રભંજન સોસાયટી પાસેના ખૂણા નજીક ગાડી ઉભી રાખી બંને વાતચીત કરતા હતા. તેવામાં વીરમે તેને ઠંડુ પીણું પીવા માટે આપ્યું હતું જે પીધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી યારે તે ભાનમાં આવી ત્યારે તેને માલુમ પડું હતું કે, વિરમે તેને કોલ્ડ્રીંકસમાં કોઈ નશાકારક પદાર્થ પીવડાવી બેભાન કરી શારીરિક સંબધં બાંધ્યો છે. બાદમાં યુવતી ઘરે જતા વિરમે ફરીથી વોટસએપ કોલ કર્યેા હતો અને કહ્યું હતું કે, મેં તારો વિડીયો ઉતારી લીધો છે જો તું તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હત્પં આ વિડીયો વાયરલ કરી તેને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ડરી જઇ યુવતીએ કોઈને વાત કરી ન હતી ત્યારબાદ વિરમ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ધરાર યુવતી સાથે વોટસએપ કોલમાં વાતચીત કરતો હતો.
પાંચેક મહિના પૂર્વે વિરમ ફરી રાજકોટ આવ્યો હતો અને બોલેરો ગાડીમાં બજરંગવાડી પાસે આવેલી ગોલ્ડન હોટલમાં યુવતીને લઈ જઈ દુષ્કર્મમાં આચયુ હતું. ત્યારબાદ જામનગર રોડ પર પીપળીયાના પાટિયા બોલાવી મેટોડા ખાતે આવેલી તેની ઓફિસે લઈ ગયો હતો અને અહીં ઓફિસમાં તેની સાથે દુષ્કર્મ આચયુ હતું. યુવતી તેના મામાના ગામે ચાર પાંચ દિવસ રોકાઈ હોય તે દરમિયાન વિરમનો ફોન આવ્યો હતો અને તેને ફરી બોલાવી તરઘડી પાસે આવેલ હોટલમાં લઈ ગયો હતો જયાં તેણે યુવતી પર દુષ્કર્મ આચરી તેની સાથે સૃષ્ટ્રિ વિદ્ધનું કૃત્ય પણ કયુ હતું.
ગત તારીખ ૨૮૪ ના યુવતીના તથા તેના ભાઈના લગ્ન હોય યુવતીના ભાઈની જાન ગઈ હતી તે સમયે યુવતી ઘરે એકલી હોય વિરમનો ફોન આવ્યો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લગ્ન તોડાવી નાખવાની વાત કરી અહીં ઘરે આવી વિરમે ફરી દુષ્કર્મ આચયુ હતું. ઓગસ્ટ ૨૦૨૪ માં શ્રાવણ માસ દરમિયાન યુવતી પિયરમાં આવી હતી. ત્યારે વિરમનો ફરી કોલ આવ્યો હતો અને તે ત્રિકોણબાગ પાસે યુવતીને બોલાવી અહીં બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચયુ હતું અને ધમકી આપી હતી કે, તારા લ ભલે થઈ ગયા. હત્પં તને બોલાવું ત્યારે તારે આવું પડશે નહીંતર મારી પાસેના ફોટા તથા વિડીયો વાયરલ કરી તને તથા તારા પરિવારને બદનામ કરી નાખીશ. ત્યારબાદ ત્રણેક દિવસ પછી વિરમનો ફરી કોલ આવતા તેણે ડોકયુમેન્ટની માંગણી કરી હતી અને ધમકી આપતા યુવતીએ પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના ડોકયુમેન્ટ વિરમને મોકલ્યા હતા.
દરમિયાન યુવતીને તેના પતિ સાસરીયે પરત તેડી જતા વિરમનો અવારનવાર કોલ આવતો હોય પતિને જાણ થઈ જતા તેણે વિરમને હેરાન નહીં કરવાનું કહેતા વીરમે યુવતીના પતિને પણ ધમકી આપી હતી. બાદમાં યુવતી યુવતીના પતિએ તેણીના ભાઈને ફોન કરી તારી બહેનને તેડી જજે એવું કહેતા યુવતીને અહીં માવતર લાવ્યા હતા.
વિરમના ત્રાસથી કંટાળી ગયેલી યુવતીએ ગત તારીખ ૧૩૯૨૦૨૪ ના સવારના સુમારે પોતાના ઘરની અગાસી પરથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જેમાં તેને ઇજાઓ પહોંચી હતી બાદમાં પરિવારજનોએ આ બાબતે પૂછતા તેણે પોતાના સાથે બનેલી આપવીતી જણાવી હતી. ત્યારબાદ યુવતી અંતે વિરમ સાનીયા સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
યુવતીને લના દિવસે પણ હવસનો શિકાર બનાવી
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૨૮૪ ના તેના તથા તેના ભાઈના લ હોય સવારે તેના ભાઈની જાન ગઈ હોય દરમિયાન યુવતી ઘરે એકલી હતી. ત્યારે વિરમ નો વોટસએપ કોલ આવ્યો હતો અને યુવતીને બોલાવતા તેણે કહ્યું હતું કે, આજે મારા લ છે મારા ભાઈની જાન ગઈ છે છતાં વિરમે હત્પં તારા ઘરે આવું છું તેમ કહ્યું હતું યુવતીએ ના પાડવા છતાં વિડીયો વાયરલ કરી લ તોડાવી નાખવાની ધમકી આપતા યુવતીએ વિરમની છેલ્લી વાર મળી જવા માટે બોલાવ્યો હતો. વિરમે ઘરે આવી યુવતી સાથે દુષ્કર્મ આચરી તે સમયે પણ મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા.
યુવતીના પતિએ સમજાવતા તેને પણ ધમકી આપી
વિરમ અવારનવાર યુવતીને વોટસએપ કોલ કરતો હોય દરમિયાન યુવતીના પતિને આ બાબતની જાણ થઈ જતા તેણે વિરમને ફોન કરી પોતાની પત્નીને હેરાન નહીં કરવાનું કહ્યું હતું. વિરમે યુવતીના પતિને પણ ધમકી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech