દ્વારકાના નાગેશ્ર્વર, ખંભાળીયાના રામનાથ-ખામનાથ, જામનગરના ભીડભંજન, કાશી વિશ્ર્વનાથ, સિઘ્ધનાથ, કુબેર ભંડારી મહાદેવ મંદિરોમાં ભગવાન શિવની વિશિષ્ટ પુજા: ગોકુલનગરમાં આવેલા મુકતેશ્ર્વર મહાદેવના મંદિરમાં 11 હજાર શિવલીંગની પુજા અને દીપમાળા: ઠેર-ઠેર મહાપુજા, શણગાર સહિતના કાર્યક્રમો યોજાયા
ગઇકાલે આદ્ર નક્ષત્રના દિવસે ભગવાન શિવની આરાધના કરવા માટે જામનગર સહિત હાલારના તમામ શિવ મંદિરોમાં વિશિષ્ટ શણગાર, મહાઆરતી, અન્નકુટ દર્શન તેમજ ગોકુલનગરમાં આવેલા મુકતેશ્ર્વર મહાદેવ મંદિરમાં 11 હજાર શિવલીંગની પુજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, સવારે 5 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી લોકો શિવમયી બની ગયા હતાં, આદ્ર નક્ષત્રના દિવસે ભગવાન શિવની પુજા કરો એટલે એકીસાથે 100 મહા શિવરાત્રીની પુજા કરવાનું પુણ્ય એક જ દિવસમાં મળે છે, આમ માગસર માસનું આદ્ર નક્ષત્ર પુણ્યશાળી ગણાય છે અને સૌ પ્રથમ ભૂતકાળમાં બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની પુજા કરી હતી.
માગસર માસમાં આદ્ર નક્ષત્રનું ખુબ જ મહત્વ છે, પહેલાના જમાનામાં બ્રહ્મા અને વિષ્ણુએ પ્રથમ વખત શિવલીંગની પુજા કરી તે દિવસથી બધાએ શિવપુજા કરવી, શિવ દર્શન કરવા મંદિરે જવું, બની શકે તો શિવ પુજા, અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી ધરવી, 108 દિવા પ્રગટાવવા, મંદિરે ન જઇ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવી શકાય, આ બધુ મહત્વ આ દિવસનું છે ત્યારે ગઇકાલે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી, રાત્રીના 11 વાગ્યા સુધી દર્શન ચાલું રહ્યા હતાં.
જામનગરના શિવ મંદિરો સિઘ્ધનાથ, કાશી વિશ્ર્વનાથ, ભીડભંજન, કુબેર ભંડારી, ઇચ્છેશ્ર્વર, ગંગેશ્ર્વર, બેડેશ્ર્વર, નર્મદેશ્ર્વર, દ્વારકાના નાગેશ્ર્વર, ભડકેશ્ર્વર, ખંભાળીયાના રામનાથ-ખામનાથ, સોયલેશ્ર્વર, વડાળા પાસેનું પ્રગટેશ્ર્વર, ભોળેશ્ર્વર, કિલેશ્ર્વર, ઇન્દ્રેશ્ર્વર અને જોડીયાના કનકેશ્ર્વર મહાદેવના મંદિરમાં ભગવાન શિવને નમન કરવા દોડી ગયા હતાં.
આદ્ર નક્ષત્રના દિવસે ભગવાન શિવની પુજા કરવાનું ખુબ જ મહત્વ હોય કેટલાક લોકોએ ઘેર પણ દિપમાળા કરી હતી, શિવ સ્તુતી, અન્નકુટ દર્શનનો લાભ પણ શિવ ભકતોએ લીધો હતો, ખાસ કરીને ગોકુલનગરમાં આવેલ મુકતેશ્ર્વર મહાદેવના મંદિરમાં પૂજારી વિનોદભારથી ગોસ્વામી સહીતના મહીલા મંડળના બહેનો અને કાર્યકરોના સહકારથી નાના-નાના 11 હજાર શિવલીંગ બનાવવામાં આવ્યા હતાં અવારનવાર આ મંદીરમાં તહેવારો દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમો કરવામાં આવે છે અને સાંજે દિપમાળા સાથે ભગવાન શિવની પુજા કરી હતી જેમાં હજારો ભાવિકો જોડાયા હતાં, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી અને અન્ય કાર્યકરોએ પણ દર્શનનો લાભ લીધો હતો અને ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી મુકતેશ્ર્વર મહાદેવના મંદિરમાં ડોમ બનાવવા માટે ા.6 લાખની ફાળવણી કરતા શિવભકતોએ તેમની આ જાહેરાતને વધાવી લીધી હતી.
હાલારના શિવમંદિરોમાં વિશિષ્ટ પુજાના કાર્યક્રમો યોજાયા હતાં, ઠેર-ઠેર મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો, ખાસ કરીને આ દિવસે દિપમાળાનું વધુ મહત્વ હોય કેટલાક સ્થળોએ દીવા માટેના કોડીયા પણ ખુટી પડયા હતાં, આમ શિવ મંદિરોમાં ગઇકાલે ભકતોએ પુજા કરીને બમ બમ ભોલેનો નાદ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2025માં ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાની બોલિવુડમાં એન્ટ્રી, આ ફિલ્મ સાથે મચાવશે ધૂમ!
December 19, 2024 04:36 PMઅમદાવાદમાં પોલીસ મીંદડી બની ગઈ, તલવાર-છરી સાથે લુખ્ખાઓ આવ્યા ને... જુઓ વીડિયો
December 19, 2024 04:24 PMધક્કામુક્કી મામલે ભાજપના 3 સાંસદો રાહુલ વિરુદ્ધ FIR નોંધાવવા પહોંચ્યા
December 19, 2024 04:12 PMભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ
December 19, 2024 03:48 PMદસ્તાવેજ કૌભાંડ: પ્યાદા નહીં મૂળ સુધી પહોંચવાનો કલેકટરનો આદેશ
December 19, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech