અદાણી મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે આરપારના મૂડમાં છે. કોંગ્રેસે હવે આ મુદ્દાને સંસદથી લઈને રસ્તા પર લઈ જવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. હકીકતમાં હિંડનબર્ગે સેબીના વડા માધવી પુરી બુચને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે મંગળવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વેણુગોપાલે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ 22 ઓગસ્ટે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસે આ મામલે સેબીના વડાનું રાજીનામું માંગ્યું છે. આ ઉપરાંત પાર્ટી જેપીસી તપાસની પણ માંગ કરી રહી છે.
આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહામંત્રીઓ, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો સહિત કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 56 નેતાઓએ ભાગ લીધો હતો અને તેમાંથી 38 નેતાઓએ ઘણા મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે, અમે અદાણી અને સેબી સાથે સંકળાયેલા કૌભાંડ અંગે ચર્ચા કરી હતી અમે 22મી ઓગસ્ટે દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રદર્શન બે માંગ પર આધારિત હશે. પહેલી માંગ એ છે કે સેબીના વડાએ રાજીનામું આપવું જોઈએ અને બીજી માંગ એ છે કે, અદાણી મેગા કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવે.
આ સાથે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, આ અંગે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડશે. હું ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીશ.
હિન્ડેનબર્ગ રિપોર્ટ શું છે?
અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગે સેબીના ચેરપર્સન માધવી બુચ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. હિન્ડેનબર્ગે શનિવારે એક બ્લોગ પોસ્ટમાં આરોપ મૂક્યો હતો કે, માધવી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચ અદાણી ગ્રૂપની કંપનીઓ સાથે છેડછાડ કરવા માટે ઉપયોગમાં લેવાતા સંદિગ્ધ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવે છે. શોર્ટ સેલર ફર્મે આક્ષેપ કર્યો હતો કે, સેબીએ અદાણીની મોરેશિયસ અને ઓફશોર શેલ એન્ટિટી સામે પગલાં લેવામાં રસ દાખવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
November 22, 2024 01:40 PMપર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માત્ર 150 રનમાં ઓલઆઉટ, નીતિશ રેડ્ડીએ બતાવી પોતાની તાકાત
November 22, 2024 01:40 PMપોરબંદરમાં પાલિકાએ વધુ ત્રણ મિલ્કતોને માર્યા સીલ
November 22, 2024 01:40 PMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech