વૈશાખી પૂનમે દ્વારકાધીશ મંદિરે ભક્તોપી માનવ મહેરામણ ઉમટ્યું

  • May 24, 2024 11:29 AM 

વેકેશનના પગલે દ્વારકા સહિત અન્ય સ્થળોએ પણ ભીડ


હિન્દુ ધર્મમાં પૂનમનું મહત્વ ખૂબ જ આંકવામાં આવ્યું છે, હજારો ભક્તજનો દર પૂનમે દ્વારકાધીશને શીશ નમાવવા આવતા હોય છે, ગઇકાલે વૈશાખી પૂનમના પવિત્ર દિવસે સેંકડો ભક્તોએ કાન્હાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


યાત્રાધામ તાલુકાના જગતમંદિરે વૈશાખી પૂર્ણિમા નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી હતી. જ્યારે ઉનાળુ વેકેશનના કારણે સહેલાણીઓ પણ હજારોની સંખ્યામાં ઉમટી રહ્યા છે.


વૈશાખી પૂર્ણિમા નિમિતે હજારો ભાવિકો વહેલી સવારથી જ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે પધાયર્િ હતા. જે દર્શનાર્થીઓનો પ્રવાહ મોડી સાંજ સુધી યથાવત રહ્યો હતો. જગતમંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષદ્વાર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશના દર્શન તેમજ આસપાસના ફરવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી.


દ્વારકા યાત્રાધામમાં વૈશાખ પૂર્ણિમાની પાવન તિથિએ પવિત્ર ગોમતીજીમાં સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટ્યા હતા. ગઇકાલે વ્હેલી સવારથી જ છપ્પન સીડીઓ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કયર્િ હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.


ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. અન્ય શહેરોમાં 40 પ્લસ ડીગ્રી તાપમાન સાથે અંગ દઝાડતા તાપ સાથે લૂ ઝરતી ગરમી સાથે દ્વારકાના સરેરાશ 30-32 ડીગ્રી જેટલા તાપમાનના કારણે આહલાદક વાતાવરણમાં ગુજરાતીઓ હવે માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શનની સાથોસાથ શીવરાજપુર બીચની લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News