૧૦ વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સુરેન્દ્ર ચૌધરી જમ્મુ–કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સિવાય વધુ ચાર મંત્રીઓ જાવેદ ડાર, સકીના ઇટ્ટત્પ, જાવેદ રાણા અને સતીશ શર્મા પણ કેબિનેટમાં સામેલ થયા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪મા સુરેન્દ્ર ચૌધરીએ નૌશેરા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા. નૌશેરાના ધારાસભ્યને કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
જમ્મુ–કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને ૪૨ સીટો પર મોટી જીત મળી છે. યારે સાથી કોંગ્રેસને ૬ બેઠકો મળી હતી. એનસી–કોંગ્રેસ ગઠબંધનને ૪૮ બેઠકો મળી અને ઓમર અબ્દુલ્લા સરકાર બનાવવામાં સફળ રહ્યા. જોકે કોંગ્રેસે કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો.
કોંગ્રેસના નેતાઓ ઓમર કેબિનેટમાં સામેલ ન થવા પાછળ બે કારણો આપવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા કોંગ્રેસ ઓમર સરકારમાં બે મંત્રી પદ ઇચ્છતી હતી પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. દબાણ ઊભું કરવા કોંગ્રેસે બહારથી ટેકો આપવાનું નક્કી કયુ. બીજું, કોંગ્રેસ નેતૃત્વ એવું નથી ઈચ્છતું કે જમ્મુ–કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર ૬ બેઠકો જીત્યા બાદ રાય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આને કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો કે રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહત્પલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech