ઓમ બિરલા ફરી લોકસભાના સ્પીકર બન્યા

  • June 26, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં 18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે અને પહેલા જ દિવસથી શાસક તથા વિપક્ષ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. અધ્યક્ષપદની બિનહરીફ વરણી માટે શાસક અને વિપક્ષ વચ્ચે સહમતી ન થઈ શકતાં દેશમાં લોકસભાના ઈતિહાસમાં ત્રીજી વખત અધ્યક્ષપદ માટે યોજાઈ હતી જેમાં એનડીએના સાંસદ ઓમ બિરલાની કોંગ્રેસના દલિત નેતા કે. સુરેશ સામે જીત થઇ છે. ત્યારે હવે ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા છે. લોકસભામાં સ્પીકર પસંદગી માટે ધ્વાનીમત પસાર કરવામાં આવ્યો હતો જેમાં બહુમત સાથે એનડીએ ઉમેદવાર ઓમ બિરલાએ જીત મેળવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. વિરોધ પક્ષ તરફથી કે. સુરેશના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.
આ પછી પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહી આગળ વધારી અને દરેકની સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. વોઇસ વોટના આધારે તેમણે ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષની જવાબદારી સંભાળવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ખાસ વાત એ હતી કે પીએમ મોદી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઓમ બિરલાને બેઠક પર મુકવા પહોંચ્યા હતા. બિરલાને અભિનંદન આપતાં મોદીએ કહ્યું, આ એક સન્માનની વાત છે કે તમે બીજી વખત સ્પીકર પદ માટે ચૂંટાયા છો. હું તમને સમગ્ર ગૃહ વતી અભિનંદન આપું છું અને આગામી પાંચ વર્ષ માટે તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખું છું.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પોતાના પહેલા જ સંબોધનમાં ઈમરજન્સીની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ગૃહ ઈમરજન્સીની નિંદા કરે છે. ઈમરજન્સી ભારતના ઈતિહાસમાં એક કાળો ડાઘ છે. આ દરમિયાન તેમણે ગૃહમાં 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે આ સમયગાળા દરમિયાન બંધારણની ભાવનાઓને કચડી નાખતા ઘણા એવા કાર્યો કયર્.િ આ સમયગાળા દરમિયાન બંધારણીય સુધારાનો ઉલ્લેખ કરતા સ્પીકરે કહ્યું કે ન્યાયતંત્ર પર નિયંત્રણ હોવું જોઈએ અને તમામ સત્તાઓ એક વ્યક્તિ પાસે આવવી જોઈએ. તાનાશાહીની ભાવનામાં કટોકટી મહાન પડકારો લાવી હતી જે આપણને બંધારણની રચના અને ન્યાયિક સ્વતંત્રતાની જરૂરિયાતની યાદ અપાવે છે. જ્યારે આપણે ઇમરજન્સીના 50માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આ ગૃહ બાબા સાહેબ દ્વારા બનાવેલા બંધારણની રક્ષાની ભાવનાને પુનરોચ્ચાર કરે છે. અમે બંધારણીય સંસ્થાઓમાં ભારતના લોકોના વિશ્વાસની પ્રશંસા કરીએ છીએ.


અમારો અવાજ દબાવશો નહીં: રાહુલ
ઓમ બિરલાને અભિનંદન પાઠવતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સરકારને સહયોગ કરવા માંગે છે. અમને વિશ્વાસ છે કે તમે અમને અમારો અવાજ ઉઠાવવા દેશો. વિપક્ષનો અવાજ દબાવવો એ અલોકતાંત્રિક છે. વિપક્ષ તમને સંપૂર્ણ મદદ કરશે.


તમારી કાર્યશૈલી બધાએ શીખવા જેવી: મોદી
ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે એક સાંસદ તરીકે તમારી કાર્યશૈલી તમામ સાંસદોએ શીખવા જેવી છે. 17મી લોકસભા સંસદીય ઈતિહાસનો સુવર્ણકાળ રહ્યો છે. તમારી અધ્યક્ષતામાં જે સુધારાઓ થયા છે તે તમારો વારસો તેમજ ગૃહનો વારસો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News