પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને છઠ્ઠો મેડલ મળ્યો છે. ભારતીય કુસ્તીબાજ અમન સહરાવતે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. અમન ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સાતમો ભારતીય કુસ્તીબાજ બન્યો છે.
અમનને સેમિફાઇનલ મેચમાં જાપાનના રી હિગુચીના હાથે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. અમન સેમિફાઇનલ મેચમાં પ્રથમ ક્રમાંકિત જાપાની કુસ્તીબાજ સામે કંઇ ખાસ કરી શક્યો ન હતો અને મેચ માત્ર 2 મિનિટ 14 સેકન્ડ સુધી ચાલી હતી.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી ચાર બ્રોન્ઝ અને એક સિલ્વર છે. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે અમને પેરિસમાં ભારતીય તિરંગો લહેરાવી દિધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech