ધોરાજી -ઉપલેટા તાલુકામાં નુકસાની સર્વે તુરંત કરવા અધિકારીઓને આદેશ

  • July 24, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં ઈ રહેલા ભારે વરસાદની પરિસ્િિતનો અંદાજ મેળવવા જિલ્લા કલેકટર પ્રભવ જોશી તા જિલ્લા વિકાસ અધિકારી નવના ગવ્હાણેએ ઉપલેટા તા ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી, અને અતિ વરસાદના કારણે બંને તાલુકાઓના વિવિધ ગામોમાં યેલ નુકસાનીનું નિરીક્ષણ કરી અગ્રણીઓ તા ગ્રામજનોની સમસ્યાઓ વિશે યોગ્ય કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્ળ પર જ સુચના આપી હતી.કલેકટર પ્રભવ જોશીએ ઉપલેટા તાલુકાના ભીમોરા, લાઠ, તલંગણા , કુંઢેચ, મેલી મજેઠી, સમઢીયાળા વિગેરે ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગામના સરપંચો, આગેવાનો તા અસરગ્રસ્ત લોકો સો સવાંદ કરી ખેતરોમાં યેલ ધોવાણ અને ઘરોમાં પાણી ભરાવાના કારણે યેલ નુકસાનીની માહિતી મેળવી હતી. જેમાં ભીમોરાી કુંઢેચ સુધીના રસ્તા પર નીચાણવાળા કોઝ વે પર પાણી ભરાતા રસ્તાઓ બંધ ઈ જતા હોવાના કારણે લાઠ તા ભીમોરા ગામો મુખ્ય માર્ગી વિખૂટા પડી જાય છે,

આ પ્રશ્નનો નિકાલ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ અસરગ્રસ્ત ગામોમાં ઘરવખરીની નુકસાની ઈ છે તેનો સર્વે ચાલુ હોય તે વિસ્તારની પણ મુલાકાત લઈ આ સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ભારે વરસાદના કારણે નિર્મિત યેલ પરિસ્િિતને લીધે કોઈ રોગચાળો વકરે નહીં તેના માટે સત્વરે કાર્યવાહી કરવા તાલુકા હેલ્ ઓફિસરને જરૂરી સુચના આપી હતી. 



આ તકે ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા કરાતી સર્વેની કામગીરીની સમીક્ષા પણ બંને અધિકારીઓએ કરી હતી. ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ વિભાગના અધિકારીઓની બેઠક યોજી હાલની પરિસ્િિત સંબંધે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી.કલેકટરની આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી જે. એન. લીખિયા, વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ, સંબંધિત ગામોના સરપંચો તાલુકા વિકાસ અધિકારીઓ તા સનિક અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application