SPCF દ્વારા આયોજિત GPSC પરીક્ષા સેમીનારમાં કમિશ્નર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓ બનશે વિદ્યાર્થીઓના પથદર્શક

  • December 27, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા GPSC વર્ગ ૧/૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના ત્રણેય તબક્કાઓ અંગે ફ્રી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા: ૩૧/૧૨/૨૦૨૩ રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર, માવડી મેઈન રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં RMC કમિશ્નર આનંદ.બી.પટેલ, ડે.કમિશ્નર અનીલ.ટી.ધામેલીયા, જામનગરના ડે. ડીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજા જેવા ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ વર્ગ ૧/૨ની પરીક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત ખોડલધામ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ધો.૧૨ના વિદ્યાર્થીઓ તેમજ સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાલીગણ પણ આવી શકે છે જેનું મોબાઇલ નં:7069929295 પર રજીસ્ટ્રેશન કરાવવું આવકાર્ય છે


1 SPCF દ્વારા ચાલતું સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાને કેન્દ્રમાં રાખીને તેની સઘન તૈયારી માટે તાલીમ કેન્દ્ર હાલમાં કાર્યરત છે. તેમાં હાલમાં ૧૫૦૦થી પણ વધુ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. IAS લક્ષ્યપ્રાપ્તિ માટે દિલ્હીની ફેકલ્ટી, SPIPA અમદાવાદની ફેકલ્ટી તેમજ કલાસ-1 ઓફિસર દ્વારા અહીં વિધાર્થીઓને સઘન તાલીમ, માર્ગદર્શન અને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે. UPSC પરીક્ષાની સાથે જે-તે વિધાર્થીઓના સ-રુચિ તેમજ તેઓની કાર્યક્ષમતાને અનુરૂપ GPSC પરીક્ષા, બેંકીગ, PSI વગેરે પરીક્ષાઓની તૈયારી માટે નિયમિત વર્ગો ચાલે છે.

સંસ્થા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની જુદી-જુદી સંસ્થાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જામનગર, જૂનાગઢ, અમરેલી, લીંબડી, ગોંડલ, કાલાવડ, જેતપુર, આટકોટ વગેરે જગ્યાએ કુલ મળીને ૧૦૦ થી પણ વધુ સેમીનારોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજીત ૫૦,૦૦૦ થી પણ વધુ વિધાર્થીઓએ સફળ માર્ગદર્શન મેળવેલ છે. સંસ્થા દ્વારા આયોજિત આ માર્ગદર્શન સેમીનાર માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.


2. અદ્યતન લાઈબ્રેરી

૨૧ મી સદીને જ્ઞાનની સદી ગણવામાં આવે છે. માટે આવા જ્ઞાનની ગંગામાં નહાવા માટે વિદ્યાર્થીઓ માટે જનરલ લાઈબ્રેરી તેમજ ઈન્ટરનેટ લાઈબ્રેરીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. જયાં ૬૦૦૦ થી વધુ પુસ્તકો, ૩૦ થી પણ વધુ મન્થલી મેગેઝીન, ૧૫ ડેઈલી ન્યૂઝ પેપર ઉપલબ્ધ હોય છે. સાથે સાથે ટેક્નોલોજીના વધતા ઉપયોગ અને તેના મહત્ત્વને ધ્યાને લઈને ૪૨ કમ્પ્યૂટર સિસ્ટમ સાથે હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેકટીવિટી ધરાવતી આધુનિક કમ્પ્યૂટર લેબ પણ શરૂ કરેલ છે, જેના દ્વારા વિધાર્થીઓ તેમને ઉપયોગી માહિતી સરળતાથી મેળવી શકે.


3. આરોગ્ય અને યોગા કેન્દ્ર

"પહેલુ સુખ તે જાતે નર્યા'' ને ધ્યાનમાં રાખી સરદાર પટેલ ભવન ખાતે નિયમિત યોગના વર્ગો ચલાવવામાં આવે છે, સાથે-સાથે અધતન સાધનોથી સુસજજ ફિઝીયોથેરાપી સેન્ટર પણ કાર્યરત છે. સંસ્થામાં ચાલતા યોગા સેન્ટર અંતર્ગત રાજકોટ જિલ્લામાં યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ જુદા જુદા શૈક્ષણિક સંકુલ, સામાજિક સંસ્થાઓ વગેરે માટે કરવામાં આવે છે. યોગ અને પ્રાણાયામની સાથે સાથે વેઈટ લોસ, ખાસ પ્રકારના રોગો માટે વિશેષ યોગાસન, મનની શાંતિ તેમ જ એકાગ્રતા માટે ધ્યાન શિબિર, સ્વાસ્થ્ય શિબિર વગેરેનું આયોજન કરવામાં આવે છે.

4. હોબી સેન્ટર


બાળકો તેમ જ યુવા વર્ગમાં રહેલ આંતરિક શકિતઓ તેમ જ કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી હોબી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ખાસ પ્રકારના ડ્રોઈગના વર્ગો જેવા કે ગ્લાસ પેઈન્ટીંગ, ફેબ્રિક પેઈન્ટીંગ, કેલીગ્રાફી, લામાસા કાફટ સાથે સાથે ફલાવર મેકીંગ, સોફ્ટ ટોયઝ બનાવવા, ફોટો ફ્રેમ બનાવવી વગેરે જેવી અનેક વિવિધ હેન્ડીક્રાફટની વસ્તુઓ બનાવવા માટેના ખાસ વર્ગો શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાળકો અને યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે કરાટેની શિબિર તેમ જ વર્ગો કાર્યરત છે.


5. સિનિયર સિટિઝન કલબ


સિનિયર સિટિઝન એ સમાજના ટ્રેઝરર છે. તેઓ પાસે સમગ્ર દુનિયામાં જુદા-જુદા પ્રકારના લોકોને સમજવાની વિશિષ્ટ આવડત અને શકિત હોય છે. તેઓએ પોતાનાં બાળકોના શિક્ષણ અને સમૃદ્ધ ભવિષ્ય માટે પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપીને જિંદગીભર ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરેલ હોય છે. આ ઉપરાંત માત્ર પોતાનાં બાળકો જ નહીં, પરંતુ સમાજના અન્ય બાળકો અને લોકોનું કલ્યાણ થાય તેવા શુભ હેતુથી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપતા હોય છે. આવા સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલો માટે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટિઝન કલબની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં સમયાંતરે જુદા-જુદા પ્રકારના ખાસ કાર્યક્રમો, જેવા કે સામાજિક, ધાર્મિક, મનોરંજન, રમતગમત, હાસ્યરસ, સંગીત સંધ્યા વગેરેનું આયોજન આવે છે.


6. KDVS


શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિધાર્થી સમિતિ દ્વારા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સહયોગથી લેઉવા પટેલ સમાજના યુવાઓ માટે 3P થીયરી (પ્રેસ, પોલીટીકસ, પોલીસ) હેઠળ કલાસ-૩ના વર્ગો ચલાવવામાં આવે છે, જેમાં PSI, ASI, કોન્સ્ટેબલ, બિનસચિવાલય કલાર્ક, જુનિયર કલાર્ક, તલાટી મંત્રી, ગ્રામ સેવક વગેરે પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.



સંસ્થાની વિશેષતાઓ

  • સેન્ટ્રલી A.C. ઓડિયો-વિઝયુઅલ સ્ટડી રૂમ, જેમાં LCD પ્રોજેકટર દ્વારા શિક્ષણ કાર્ય
  • UPSC ના નવા અભ્યાસક્રમ અનુસાર પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા તેમ જ ઈન્ટરવ્યૂ સુધીની સંપૂર્ણ તૈયારી માત્ર ટોકન દરે કરાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા
  • છેલ્લા 22 વર્ષથી સ્પીપા અમદાવાદમાં ટ્રેનીંગ આપતા EXPERT FACULTY તેમજ UPSC પરીક્ષાના ઈન્ટરવ્યૂ આપેલ હોય તેવા માર્ગદર્શકોની ટીમ દ્વારા સઘન કોચીંગ અને સમયાંતરે દિલ્હીની FACULTY તેમજ CLASS-I Officer દ્વારા મોટિવેશનલ તેમજ માર્ગદર્શન વ્યાખ્યાનની વ્યવસ્થા
  • કોલેજની સાથે જ IAS ની તૈયારી કરવા ઈચ્છતા વિધાર્થીઓ માટે ૧.૫ વર્ષના ખાસ તાલીમ વર્ગોનું આયોજન
  • UPSC તેમ જ GPSC ના સેકશન ટેસ્ટની સાથે સંપૂર્ણ સિલેબસ પૂર્ણ થયે 50 થી પણ વધુ Mock Test નું આયોજન
  • 6000 થી વધુ રેફરન્સ બુક્સ, 30 થી વધુ મંથલી મેગેઝિન, THE HINDU સહિતના 15 થી વધુ Daily News Paper તેમ જ ર૪ કલાક રીડીંગ માટે સુવિધા ધરાવતી અધતન લાયબ્રેરી
  • UPSC ની દરેક વિષય માટે OLD NCERT ની તમામ બુક્સ, NIOS નું મટીરિયલ, IGNOU નું મટીરિયલ, UPSC પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની તમામ વિષયોની સ્ટડી નોટ્સ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ
  • ૪૨ થી વધુ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ કનેકશન ધરાવતી ડિજિટલ લેબ, જેમાં દરેક વિધાર્થી માટે સમય મર્યાદા અનુસાર ઈન્ટરનેટ સુવિધાનો લાભ તેમજ ફ્રી વાઈફાઈ કેમ્પસ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application