ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાની નદીઓ, તળાવો અને ડેમ વિસ્તારમાં નવા નીરની આવક નોંધાઈ છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા તાલુકાઓ માટે નિમાયેલા લાઇસન અધિકારીઓએ તેમના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારાએ ગોંડલ તાલુકાના તળાવ, નદીઓ, ડેમના હેઠવાસ વિસ્તાર અને શેલ્ટર હોમની મુલાકાત લઈને તેઓની પ્રાથમિક જરૂરિયાતો અંગે વ્યવસ્થાઓ ગોઠવી હતી. આ મુલાકાતમાં ગોંડલ શહેર મામલતદારશ્રી ડી.ડી. ભટ્ટ તથા ગોંડલ ચીફ ઓફિસર શ્રી અશ્વિન વ્યાસ અને સંયુક્ત વિભાગોના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ ગોંડલના વેરી તળાવ, ગોંડલ આશાપુરા તળાવ તથા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને લોકોને આ વિસ્તારોમાં અવરજવર ન અને સાવચેત રહેવા સૂચના આપી હતી.
ઉપરાંત, ગોંડલ તાલુકાના પાંચિયાવાદરની ગોંડલી નદી, કોલીથડ ગામની છાપરવાડી નદી અને મોતીસર નદી ખાતે કોઝ વે અને પુલ હોય તેવા સ્થળોની મુલાકાત લઇ ગોંડલ તાલુકા મામલતદારશ્રી રાહુલભાઈ ડોડીયાએ ગામના આગેવાનોને વરસાદની સ્થિતિ વિશે સાવચેત કર્યા હતા. ગોંડલ તાલુકાના ભાદર-૧ ડેમ, મોતીસર ડેમ અને છાપરવાડી ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવા સ્થાનિક પોલીસને ગોંડલ તાલુકા મામલતદારશ્રીએ સૂચના આપી હતી.
આ સાથે ઉપલેટા તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આગામી સમયે નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવાની જરૂર જણાયે ઉપલેટા શેરી વિસ્તારમાં શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની મુલાકાત ઉપલેટા મામલતદારશ્રી મહેશભાઈ ધનવાણીએ કરી હતી.
જસદણ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાએ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી તેમજ જસદણના રાણીંગપર ગામમાં આવેલ રાણીંગપર ડેમ, રણજીતગઢ ગામ, ભાડલા-વીરપર ગામ, બોઘરાવદર ગામ, રાજકોટ તાલુકાના બેડલાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત કર્યા હતા. આ મુલાકાતમાં જસદણ મામલતદારશ્રી એમ.ડી. દવેએ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ભાડલા ગામના પી.એસ.આઈ.શ્રી અને અન્ય અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ખડેપગે હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech