સોની બજાર, ઇમ્પિરીયલ હાઇટસ, સોલિટેર, ઇસ્કોન મોલમાં ઓફિસ અને દુકાનો સીલ

  • February 16, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનદં પટેલના આદેશથી આજે ટેકસ બ્રાન્ચની ટુકડીઓ સોની બજાર વિસ્તાર તેમજ ૧૫૦ ફટ રીંગ રોડ પરના વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેકસ માં ત્રાટકી હતી અને રિકવરી ડ્રાઈવ અંતર્ગત સમગ્ર શહેરમાં ૨૧–મિલ્કતો સીલ કરી હતી, ૨૦– મિલ્કતોને ટાંચ જી નોટીસની બજવણી કરી હતી તેમજ સોની બજાર વિસ્તારમાં બે બાકીદારોના નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા અને બપોર સુધીમાં ા.૪૨.૨૩ લાખની રીકવરી કરાઈ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ ના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં–૧માં જામનગર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે .૧.૭૦ લાખ, વોર્ડ નં–૫માં ન્યુશકિત સોસાયટીમાં ૧–યુનિટની નોટીસ સામે .૫૦,૦૦૦ની રિકવરી, વોર્ડ નં–૬માં ભાવનગર મેઇન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટે લોર શોપ નં–૩, શોપ નં–૬, શોપ નં–૭ અને શોપ નં–૧૧ સીલ, વોર્ડ નં–૭માં સોની બજારમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૧૨ લાખ, સુભાષ રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૨૮ લાખ, ગુર્જરી બજાર મેઇન રોડ પર આવેલ ૧– યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૩૦ લાખ, સોની બજાર મેઇન રોડ પર ૨–નળ કનેકશન કપાત, સોનીબજારમાં ૨– યુનિટને નોટીસ સામે રીકવરી .૩.૩૯ લાખ, કેનાલ રોડ પર આવેલ ૩–યુનિટની નોટીસ સામે રીકવરી .૯.૫૦ લાખ, કેનાલ રોડ પર આવેલ જય રાજશ્રી કોમ્પ્લેક્ષમાં સેકન્ડ લોર શોપ નં–૨ને સીલ, કેનાલ રોડ પર આવેલ જય રાજશ્રી કોમ્પ્લેક્ષમાં સેકન્ડ લોર શોપ નં–૪ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૭૬ લાખ, રામનાથ પરામાં આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૦૭ લાખ, ગુક્રુપામાં આવેલ ૩–યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૪૧ લાખ, વોર્ડ નં–૮માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ કુબેર કષ્ટ્ર ભંજન કોમ્પ્લેક્ષમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં–૧૦માં કાલાવાડ રોડ પર આવેલ ૨–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૭૦ લાખ, વોર્ડ નં–૧૧માં કાલાવાડ રોડ પર આવેલ સુરતી એગ્સ સીલ, મોટામોવા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે ચેક આપેલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઇસ્કોન મોલમાં સેકન્ડ લોર ઓફિસ નં–૩૧૧ ને સીલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઇમ્પેરીયલ હાઇટસ ૧–યુનિટ સીલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સોલીટેર કોમ્પ્લેક્ષમાં ૧–યુનિટ સીલ, વોર્ડ નં–૧૨મા વાવડી વિસ્તારમાં કિલન ડોટ ઓફસેટ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૨૫ લાખ, વોર્ડ નં–૧૩માં સમ્રાટ ઇન્ડ એરીયામાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૭૮ લાખ, અમરનગરમાં ૨–યુનિટને નોટીસ, વોર્ડ નં–૧૫માં આજી.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, મધુરમ ઓધોગિક વિસ્તારમાં ૧–યુનિટની નોટીસ સામે ચેક આપેલ, વોર્ડ નં–૧૮માં ન્યુ મેંહત્પલ નગરમાં શેરી નં–૪ ખોડીયાર ઇન્ડ.ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૭,૦૦૦, કોઠારીયા રોડ પર આવેલ ૧– યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૦૬ લાખ, કોઠારીયા રોડ પર આવેલ શ્રીજી એન્જી.ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૩,૩૫૦, બોલબાલા માર્ગ પર આવેલ જે.કે.ઓટો ઇન્ડ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૬,૦૦૦, કોઠારીયા રોડ પર આવેલ બ્લોસમ પ્લાસ્ટિકના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૧,૭૦૦, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ હાઇ સ્પીડ ઇન્ડસ્ટ્રીયલને સીલ, કોઠારીયા રોડ પર આવેલ અમૃત ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૭ લાખ સહિતની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application