રાજકોટ મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવાની ઇલેક્ટ્રિક બસએ સર્જેલા ગંભીર અકસ્માતમાં ચાર નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હુકમ ઉપર હુકમ થઇ રહ્યા છે ત્યારે સો મણનો સવાલ તો એ છે કે શું હાલ સુધી બધું જ લોલમલોલ ચાલતું હતું ? હાલ સુધી કેમ ક્યારેય ચેકિંગ કરાતું ન હતું ? અલબત્ત હજુ પણ ચેકીંગની જવાબદારી વોર્ડ કક્ષાના અધિકારીઓ અને ઇજનેરોને સોંપવામાં આવી છે ખરેખર તો મ્યુનિસિપલ કમિશનરએ પણ જાતે સિટી બસમાં બેસીને સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઇએ, રાજકોટમાં અગાઉ ફરજ બજાવતા મ્યુનિ.કમિશનરોએ આ રીતે ચેકિંગ કર્યાના દાખલા પણ મૌજુદ છે. તા.૧૮થી ૩૦ એપ્રિલ સુધી ફાળવેલા રૂટ નંબર મુજબની બસોમાં ચેકિંગ કરવા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ હુકમ કર્યો છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કરેલા હુકમમાં મહાપાલિકાના તમામ ૧૮ વોર્ડમાં વોર્ડ કક્ષાના કુલ ૯૨ અધિકારીઓ અને ઇજનેરોની વોર્ડવાઇઝ અલગ અલગ ટીમ બનાવી તેમને ફાળવેલા રૂટ નંબરની સિટી બસો તેમજ બીઆરટીએસની બસોમાં વિવિધ ૧૬ બાબતોનું ચેકિંગ કરવાની જવાબદારી સોંપી છે, આ ૧૬ બાબતોનું ચેકિંગ ઇસ્ટઝોન ડેપ્યુટી કમિશનરના સુપરવિઝન હેઠળ કરવાનું રહેશે. જ્યારે વેસ્ટ ઝોન ડેપ્યુટી કમિશનર અને સેન્ટ્રલ ઝોન ડેપ્યુટી કમિશનરએ આ કામગીરીમાં મદદરૂપ થવાનું રહેશે. ડેપ્યુટી કલેકટર ( મધ્યાહન ભોજન) આ સંપૂર્ણ કામગીરીનું સંકલન કરશે તેમજ ચેકિંગ ડ્રાઈવના અંતે એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરશે. ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ધ્યાને આવેલ તમામ ક્ષતિઓનું નિરાકરણ જનરલ મેનેજર (રાજકોટ રાજપથ લિમિટેડ) દ્વારા કરાવવાનું રહેશે.સિટી બસમાં ચેકિંગ કર્યા બાદ નિશ્ચિત કરેલા ફોર્મમાં ચેકિંગ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે જેમાં ચેકિંગ કર્યાની તારીખ, ટીમ નંબર, સિટી બસ રૂટ નંબર, બસના નંબર, લોકેશન (ચકાસણી કર્યાનું સ્થળ) તેમજ ૧૬ બાબતોના ચેકિંગની વિગત તેમજ ચેકીંગ ટીમના તમામ સભ્યોની સહી કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત હુકમની તમામ બાબતો ડ્રાઇવર લક્ષી ચેકિંગની છે, સિટી બસ સેવામાં બેફામ કટકીબાજી કરી મહાપાલિકા તંત્રની બસ સેવાને રેવન્યુ લોસ આપતા કંડક્ટરોને પકડવા અંગે કોઇ જ સુચના અપાઇ નથી તે બાબત આશ્ચર્યજનક છે.
હવેથી દરેક સિટી બસમાં આ ૧૬ બાબતો ચકાસવાની
૧.શું બસ ઓવર સ્પીડમાં ચલાવવામાં આવી હતી ?
૨.શું ડ્રાઇવર દ્વારા ટ્રાફિક સિગ્નલનો ભંગ કરાયો હતો ?
૩.શું ડ્રાઇવર રોંગ સાઇડમાં બસ ચલાવતો હતો ?
૪.શું ડ્રાઇવર નશો કરીને બસ ચલાવતો હતો ?
૫.શું ડ્રાઇવર વેલીડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હતો ?
૬.શું ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતા મોબાઇલનો ઉપયોગ કરતો હતો ?
૭.શું ડ્રાઇવર પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા પૂરતો સમય આપતો હતો ?
૮.શું ડ્રાઇવર કંડકટરે નિયત ડ્રેસ પહેર્યો હતો ?
૯.શું બસમાં એલઇડી ચાલુ છે ?
૧૦.શું ડ્રાઇવર દ્વારા પેસેન્જર સાથે ગેરવર્તન કરવામાં આવેલ છે ?
૧૧.શું ડ્રાઇવર રફ ડ્રાઇવિંગ કરતા જણાય છે ?
૧૨.શું ડ્રાઇવર નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી રાખે છે ?
૧૩.શું બસમાં રહેલા તમામ કેમેરા ચાલું છે ?
૧૪.શું બસમાં ફાયર એક્સટીન્ગ્યુશર ચાલુ હાલતમાં છે ?
૧૫.શું બસમાં મેડિકલ કીટ ઉપલબ્ધ છે ?
૧૬. અન્ય મુદ્દાઓ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech