બૃજભૂષણનો વિરોધ કરનારી મહિલા રેસલરનો અશ્લીલ વીડિયો વાયરલ

  • September 19, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણાના જિંદમાં ઈન્ટરનેશનલ કક્ષાની એક મહિલા રેસલરનો અશ્લિલ વીડિયો અને ફોટા વાયરલ થતાં હડકપં મચ્યો છે. વાયરલ ફોટો–વીડિયોમાં મહિલા રેસલર પુરૂષ રેસલર સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો–ફોટા ખૂબ વાયરલ થતા તે પરિવાર સુધી પહોંચ્યાં હતા આથી પિતાએ પોલીસમાં આ વાતની ફરીયાદ નોંધાવી છે કે તેની પુત્રીના ફોટા કોઈએ મોર્ફ કરીને વાઈરલ કર્યા છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે આઇટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી નેશનલ લેવલની રેસલર છે. કોઈએ તેની પુત્રીનો ફોટો પાડીને અશ્લીલ ફોટા અને વીડિયો પર મૂકી દીધો છે. આ પછી અશ્લીલ ફોટો–વીડિયો વાયરલ થયો છે. પિતાએ કહ્યું કે આ ફોટા કોણે એડિટ કર્યા તેની તેમને ખબર નથી. તેમણે કહ્યું કે આ કૃત્ય તેમની પુત્રીને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. અમારો સંબધં કોઈની સાથે ખરાબ નથી. આપણે ફકત એટલું જ જાણીએ છીએ કે તે બધું એડિટ થયેલું છે.

જે મહિલા રેસલનો એડિટેડ અશ્લિલ વીડિયો વાયરલ થયો છે તે જાન્યુઆરીમાં જંતર–મંતર ખાતે ડબ્લ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના ધરણામાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ રેસલરે તે વખતે ઘણા દાવા કયા હતા. મહિલા રેસલરે કહ્યું હતું કે બૃજ ભૂષણ યારે હોટલમાં રોકાતો હતો ત્યારે તે પોતાના મનો દરવાજો બધં કરવાને બદલે ખુલ્લો રાખતો હતો. મહિલાએ દાવો કર્યેા હતો કે ફેડરેશનનો કોઈ પણ સભ્ય ખેલાડીઓ માટે બનાવાયેલી હોટલમાં ન રહી શકે તેવો નિયમ હતો પરંતુ બૃજભૂષણને તેની અવગણના કરી હતી

પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટસની તપાસ શરૂ કરી

નેશનલ વુમન રેસલર સાથે જોડાયેલા મામલાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા આરોપીઓ વિદ્ધ આઈટી એકટ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસે આ ફોટા અને વીડિયો યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયા એકાઉન્ટસની તપાસ શ કરી દીધી છે. પોલીસ વીડિયોના ક્રોતને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ વાયરલ પોસ્ટને ફોરવર્ડ કરીને શેર કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application