સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાને મન્ડે ટેસ્ટ પાસ કર્યો

  • April 26, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ચોથા દિવસે 10. 17 કરોડની કમાણી સાથે અત્યાર સુધી 78.34 કરોડનું કલેક્શન કર્યું
  • ભાઇજાને ઓટીટી રાઇટ્સ પણ મોંઘામાં વેચી ફિલ્મનો 150 કરોડનો ખર્ચ કાઢી લીધો


બોલીવૂડના દબંગ સલમાન ખાનને ઇદ હંમેશા ફળે છે. આ વખતે પણ તેની લેટેસ્ટ ફિલ્મ કિસી કા ભાઇ કીસી કી જાન એક સરેરાશ ફિલ્મ હોવા છતાં તેને થિયેટરોમાં હજુ પણ દર્શકો મળી રહ્યા છે. ફિલ્મ 10 કરોડથી વધુ કમાણી કરી મન્ડે ટેસ્ટમાં પણ પાસ થઇ ગઇ છે. આ સાથે ફિલ્મની ભારતમાં કુલ કમાણી 78. 34 કરોડ પહોંચી ગઇ અને વર્લ્ડ વાઇડ 126 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું. આ સાથે ભાઇજાને ઓટીટી રાઇટ્સ પણ મોંઘામાં વેચી ફિલ્મનો ખર્ચો કાઢી લીધો છે.


સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદ પર રિલીઝ થઈ છે. ઈદના આગલા દિવસે રિલીઝ થવાના કારણે ફિલ્મનું ઓપનિંગ નબળું રહ્યું હતું. પરંતુ બીજા દિવસે ઈદની સવાર અને પછી રવિવારની રજા હોવાથી ફિલ્મની કમાણીમાં 78 ટકાનો ઉછાળો આવ્યો હતો. 


ફિલ્મે પ્રથમ દિવસે 15.81 કરોડ, બીજા દિવસે 25.75 કરોડ, ત્રીજા દિવસે 26.61 કરોડની નેટ કમાણી કરી હતી. ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે ઇન્સ્ટાગ્રામ પર ચોથા દિવસની કમાણીના આંકડા પણ શેર કર્યા છે. જે 10.17 કરોડ કલેક્શન કર્યું


ફર્સ્ટ વીકએન્ડમાં  આ ફિલ્મે 62.25 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. સિનેમાઘરોમાં સલમાન ખાનના ફેન્સને ફિલ્મ જોઈને મજા પડી છે ત્યારે હવે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને પણ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાને રિલીઝ પહેલા જ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માટે ઓટીટી પર રિલીઝ ડીલ નક્કી કરી લીધી હતી. તેના માટે મસમોટી રકમ પણ લીધી છે.


સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ડિજિટલ રાઈટ્સ ઝી5ને વેચવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. થિયેટરમાં કરોડો રૂપિયા કમાયા બાદ ઓટીટી પ્લેટફોર્મ પર પણ ફિલ્મ ધૂમ કમાણી કરશે. લોકડાઉનમાં સલમાન ખાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' આ જ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.


13 મેના રોજ ફિલ્મ રિલીઝ થયા પછી ફેન્સે ભારે ઉત્સાહ દર્શાવતા સર્વર અઢી કલાક માટે ઠપ્પ થયું હતું. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર 4.2 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા હતા. એવામાં 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સફળતાને લઈને ઓટીટી પ્લેટફોર્મવાળા અને સલમાન બંને નિશ્ચિંત છે.


સલમાન ખાન અને ઝી સ્ટુડિયોઝ વચ્ચે 'રાધે' રિલીઝ થઈ ત્યારથી જ મજબૂત બિઝનેસ બોન્ડ છે. આયુષ શર્માની ફિલ્મ 'અંતિમ' પણ આ જ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાન ફિલ્મે આ પ્લેટફોર્મ સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને 80 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી છે. આ ફિલ્મના રાઈટ્સ 80 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે.


જોકે, આ અંગેની પુષ્ટિ સલમાન ખાન ફિલ્મ્સ કે ઓટીટી પ્લેટફોર્મ બંનેમાંથી એકેયે કરી નથી. 'કિસી કા ભાઈ કિસી કી જાન' લગભગ 150 કરોડના ખર્ચે બની હતી. એવામાં 80 કરોડ રૂપિયા ઓટીટી રાઈટ્સના અને ચાર દિવસની 78.34 કરોડ રૂપિયા કમાણી મળીને ફિલ્મ અત્યાર સુધીમાં 158.34 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે.

'કિસી કા ભાઈ કિસી કી જાન' OTT પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે તેની માહિતી હજી સામે નથી આવી. પરંતુ ટ્રેન્ડ જોતાં લાગી રહ્યું છે કે, ફિલ્મ જૂનના અંતે ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ હાલ 4500થી વધુ સ્ક્રીન પર બતાવાઈ રહી છે. આગામી દિવસોમાં ફિલ્મની કમાણીની ગતિ ધીમી પડતાં ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાઈ શકે છે.


'કિસી કા ભાઈ કિસી કી જાન' થિયેટરમાં કમાણી તો કરી રહી છે પરંતુ આ સલમાન ખાનની સૌથી નબળી ફિલ્મો પૈકીની એક છે. ફરહાદ સામજીએ સાઉથની 'વીરમ'ની વાર્તા તો અપનાવી લીધી પરંતુ સ્ક્રીનપ્લે ખૂબ નબળો છે. ફિલ્મમાં કેટલીય ખામીઓ છે જે ગળે નથી ઉતરતી.



ફિલ્મમાં વધુ પડતા કલાકારો લેવામાં આવ્યા છે એટલે સ્ક્રીન પર ખીચડો થયો હોય કેવું લાગે છે. આ ફિલ્મ થકી સાઉથ સ્ટાર જગપતિ બાબુએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ પલક તિવારી, શહેનાઝ ગિલ અને વિનાલી ભટનાગરની પણ ડેબ્યૂ ફિલ્મ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application