શહેરમાં મકરસંક્રાતિના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્રારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન પોલીસે શહેરના અલગ–અલગ વિસ્તારમાંથી દા પી વાહન ચલાવનાર સહિત ૧૪ પીધેલાઓને ઝડપી લીધા હતા. તેમજ છરી,ધોકા,લાકડી સહિતના હથિયાર સાથે રાખી ફરતા નવ શખસો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ ઉપરાંત પોલીસે દેશી દાના ૧૨ ધંધાર્થીઓને ઝડપી લઇ દેશી દાનો જથ્થો કબજે કર્યેા હતો.
શહેર પોલીસ દ્રારા મકરસંક્રાંતિના પર્વમાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસે ૧૪ ને ઝડપી લીધા હતા જેમાં પ્રધુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગરે માતિનગર ભુવનેશ્વર એપાર્ટમેન્ટની નીચેથી નશાની હાલતમાં ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમના નામ શાહખ મહેબુબભાઇ પઠાણ, મિહિર કૈલાશભાઈ જાગાણી અને વિશાલ વિઠ્ઠલભાઈ ચૌહાણ છે.
આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસેથી અશ્વિન ધીરજલાલ કોઠારી, ભકિતનગર પોલીસે આનંદનગર કોલોની પાસેથી મિતેશ ઉર્ફે લાલો ઉમેશભાઈ પરમાર, દેવાંગ વિજયભાઈ મંજુશા, યસ સંજયભાઈ લોઢીયા, વાસુ કમલેશભાઈ રાઠોડને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. યારે બી ડિવિઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પુષ્પરાજ રામલાલ વિશ્વકર્મા,માલવિયાનગર પોલીસે દેવનગર પાસેથી હસમુખ ઉર્ફે હસુ રાજાભાઈ વાઘેલા, એ ડિવિઝન પોલીસે રામનાથપરા પાસેથી ગૌતમ ભરતભાઈ, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી અશ્વિન મુકેશભાઈ વેકરીયા તેમજ ભકિતનગર પોલીસે ગુંદાવાડી મેઇન બજાર પાસેથી દા પી વાહન ચલાવનાર વિશાલ ગોવિંદભાઈ મકવાણાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત પોલીસે ચેકિંગ દરમિયાન ભગવતીપરામાંથી અજય છગન જાંબુકિયા અને મેલડી માતાના મંદિર પાસેથી વિનોદ મેઘજીભાઈ પરમારને છરી સાથે, માલધારી સોસાયટીમાંથી અનિલ ચંદુભાઈ સોલંકી ચામડીયાપરા મેઇન રોડ પરથી રાજેશ બાવજીભાઈ ચુડાસમાને લાકડી સાથે, આજીડેમ પોલીસે ગુલાબનગર મેઇન રોડ પરથી અણ ઉમેશભાઈ પરમારને છરી સાથે, વિપુલ કાનાભાઈ પરમારને છરી સાથે કોઠારીયા મેઇન રોડ પરથી પ્રદીપ યોગેશભાઈ પાનસુરીયાને ધોકા સાથે ઝડપી લીધો હતો. યારે ભકિતનગર પોલીસે નારાયણનગર ઢેબર કોલોની પાસેથી ભરત મોહનભાઈ સોલંકી, વીનુ ભાણાભાઈ સોલંકીને છરી સાથે ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લાના તમામ તાલુકામાં ટેકાના ભાવે ખરીદીના સીસીઆઇના કેન્દ્રો શરુ કરવા માંગ
November 23, 2024 11:20 AMકાલાવડ ખાતે ધારાસભ્યના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન
November 23, 2024 11:15 AMજામનગરમાં દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ
November 23, 2024 11:13 AMજામનગર: મોરકંડા નજીક રોંગ સાઈડમાં આવેલી મારુતિ કારે ઓટો રિક્ષાને અડફેટે લીધી
November 23, 2024 11:11 AMયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech