જામનગર રોડ ઉપરનો ન્યારી–૨ ડેમ બીજી વાર ઓવરલો થવાની તૈયારી

  • August 07, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર ન્યારા ગામ નજીકની હનુમાનધારા પાસે આવેલો ન્યારી–૨ ડેમ મેઘરાજાએ વરસાદના પહેલા રાઉન્ડમાં જ ઓવરલો કરી નાખતા દરવાજા ખોલવામાં આવ્યા હતા, દરમિયાન ડેમના કેચમેન્ટ એરિયા હેઠળના નદી, નાળા, ચેકડેમ અને તળાવો છલકાઇ ગયા હોય વ્હેણ શ થઇ ગયા છે જેથી સામાન્ય વરસાદ વરસે તો પણ તુરતં જ ન્યારી–૨ ડેમમાં આવક થઇ રહી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ કુલ ૨૦.૭૦ ફટની ઉંડાઇના ન્યારી–૨ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૦.૧૬ ફટ નવા નીરની આવક થતા આજે સવારે ડેમની સપાટી ૨૦.૫૦ ફટે પહોંચી છે અને ઓવરલો થવામાં હવે ફકત ૦.૨૦ ફટનું છેટું છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૮.૪૬ ટકા સુધી ભરાઇ જતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા માટે ચેતવણી જાહેર કરાઇ છે.
ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીની છેલ્લી ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ન્યારી–૨માં ૦.૧૬ ફટ, આજી–૩માં ૦.૧૬ ફટ, સુરવોમાં ૦.૧૬ ફટ, મોરબી જિલ્લાના મચ્છુ–૨માં ૦.૦૭ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. તદઉપરાંત ચાર ડેમ સાઇટ ઉપર સામાન્ય વરસાદ નોંધાયો છે રાજકોટ જિલ્લાના છાપરવાડી–૨ ઉપર પાંચ મીમી તેમજ દ્રારકા જિલ્લાના વર્તુ–૧ ઉપર પાંચ મીમી, વેરાડી–૧ ઉપર ૧૦ મીમી તેમજ કાબરકા ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application