અમેરિકન કંપ્ની એનવિડિયા ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટને પાછળ છોડી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપ્ની બની છે. મંગળવારે ચિપ મેકર કંપ્નીનો શેર 3.2% વધતાં 135.21 ડોલર થયો, જેનું માર્કેટ કેપ વધીને 3.326 ટ્રિલિયન ડોલર થઈ ગયું.
થોડા દિવસ પહેલા જ તેણે આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપ્ની એપલને પછાડીને બીજું સ્થાન મેળવ્યું હતું. કંપ્નીની માર્કેટ વેલ્યૂ માત્ર નવ મહિનામાં 1 ટ્રિલિયન ડોલરથી વધીને 2 ટ્રિલિયન ડોલર થઈ ગઇ છે. જ્યારે જૂનમાં 3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં માત્ર ત્રણ મહિના લાગ્યા હતા. માઈક્રોસોફ્ટ શેરની કિંમત 0.45% ઘટી અને તેનું શેર બજાર મૂલ્ય 3.317 ટ્રિલિયન ડોલર હતું. એપલના શેરની કિંમત 1% થી વધુ ઘટીને, તેની કિંમત 3.286 ટ્રિલિયન ડોલર રહી છે.
એનવિડિયા શેરની કિંમત આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે, જેની સરખામણીમાં માઈક્રોસોફ્ટના શેરમાં લગભગ 19%નો વધારો થયો છે.
ગયા અઠવાડિયે, એનવિડિયાએ તેના સ્ટોકને વિભાજિત કર્યો, પર્સનલ ઈન્વેસ્ટર્સમાં તેના મૂલ્યવાન સ્ટોક માટે અપીલ વધી છે. એનવિડિયા શેર્સમાં તેજી અને પાછલા વર્ષમાં તેના બજાર મૂલ્યમાં અદભૂત ઉછાળો ઉભરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના કારણે છે.
એનવિડિયા સ્ટોક પ્રાઈસ રેલીએ એસ એન્ડ પી 500 અને નસદાકને પણ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચાડ્યા છે. ડેટા અનુસાર, એપલ, માઇક્રોસોફ્ટ અને ટેસ્લા પ્રત્યેકની લગભગ 10 બિલિયન ડોલરની સરખામણીમાં, એનવિડિયાએ વોલ સ્ટ્રીટ પર અત્યાર સુધીની સૌથી વધુ ટ્રેડેડ કંપ્ની બની ગઈ છે, જેનું દૈનિક ટર્નઓવર તાજેતરમાં 50 બિલિયન ડોલર હતું. ચિપમેકર હવે એસ એન્ડ પી 500 કંપ્નીઓમાં તમામ ટ્રેડિંગમાં લગભગ 16% હિસ્સો ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMકોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે આતંક મચાવનાર શખસે ફરી હોટલમાં તોડફોડ કરી
December 24, 2024 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech