રાજકોટમાં જામનગર રોડ પરા પીપળીયા ગામ પાસે આવેલી સોઢા ઇન્સ્િટટયૂટ ઓફ નસિગમાં અભ્યાસ કરનાર મૂળ જસદણના શિવરાજપુરના વતની છાત્રને અહીં નસિગ કોલેજના શિક્ષકોએ મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સવારે પ્રાર્થનામાં મોડા આવવા બાબતે શિક્ષકોએ ગાળાગાળી કરી હતી. બાદમાં સાંજના એઇમ્સ હોસ્પિટલ પાસે બોલાવી છાત્રને મારમારી છરી બતાવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર પરાપીપળીયા ગામ પાસે સોઢા ઇન્સ્િટટયૂટ ઓફ નસિગ કોલેજમાં અભ્યાસ કરતા અને અહીંની હોસ્ટેલમાં છેલ્લા ત્રણ માસથી રહેતા સુનિલ જયંતીભાઈ પરમાર (ઉ.વ ૨૦) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં શિક્ષક તરીકે ફરજ બજાવનાર જય જોશી, મનન જોશી તથા લકકી અને એક અજાણ્યા શિક્ષકનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ અહીં હોસ્ટેલમાં રહે છે અને પ્રથમ વર્ષમાં જીએનએમનો કોર્સ કરે છે ગત તારીખ ૨૦૨ ના સવારના દસેક વાગ્યા આસપાસ તે પોતાના કલાસમમાં હતો ત્યારે કોમ્યુનિટી હેલ્થ નસિગના સાહેબ જય જોશી તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, સવારે તમે પ્રાર્થનામાં મોડા પહોંચ્યા છો આ બાબતે હોસ્ટેલના નિયમ મુજબ એપોલોજી મેમો લખીને આપવાનો છે. આવા ત્રણ મેમો થયા બાદ અહીંથી જતું રહેવું પડે છે યુવાનને આ બીજો મેમો હોય જેથી તેણે સાહેબને કહ્યું હતું કે,લખીને આપું છું.
દરમિયાન કોઈ બાબતે જય જોષીએ તેની સાથે ગાળાગાળી શ કરી હતી. બાદમાં તેને જિજ્ઞા મેડમ પાસે લઈ ગયો હતો અને અહીં તેની હાજરીમાં યુવાનના પિતાને ફોન કર્યેા હતો જેથી તેના પિતાએ કહ્યું હતું કે હત્પં કાલે આવું છું બાદમાં તેઓ અહીંથી બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ યુવાનને સ્ટાફ મમાં બોલાવી જય તથા તેની સાથેના મનન જોશી એ કહ્યું હતું કે સાંજે ચાર વાગે છૂટ અને બહાર મળ તને બહત્પ હવા છે. સાંજના ચારેક વાગ્યે યુવાન તથા તેનો મિત્ર અમિત સોલંકી બંને કોલેજ બહાર નીકળતા જય જોશી મનન, જોશી તથા બે સિનિયર જેમાં લકકી તથા એક અજાણ્યા હોય તે તે ચારેય બાઈક લઈને અહીં ઊભા હતા અને યુવાન તથા તેના મિત્રને બોલાવી સાથે આવવાનું કહી તેમને એઇમ્સ હોસ્પિટલના પુલ પાસે લઈ ગયા હતા.
અહીં જય જોશીએ યુવાને કહેવા લાગ્યો હતો કે ત્યાં તું શું હવા કરતો હતો હવે બોલ કહી ચારે ભેગા મળી યુવાને ઢીકાપાટુનો માર માર્યેા હતો. બાદમાં જય જોશીએ બેગમાંથી છરી કાઢી ગયું હતું કે, અમે તમારા જેવાને બોલાવતા પણ નથી પણ તું આવી હવા કરસ એટલે બોલું છું તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા.
આ ઘટના બન્યા બાદ યુવાન પોતાના ઘરે શિવરાજપુર ચાલ્યો ગયો હતો. સવારે આ બાબતે પરિવારને જાણ કરી હતી. મૂઢ મારના લીધે તેને દુ:ખાવો થતો હોય તે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને બાદમાં તેણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મારામારી,ધમકી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech