રાજકોટ શહેરમાં તા.૨૫ ઓગષ્ટ્રથી તા.૫ સપ્ટેમ્બર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં નોંધાયેલી ડ્રેનેજની સેંકડો ફરિયાદો પેન્ડિંગ હોય કહેવાતા સ્માર્ટ સિટી પરંતુ હકિકતમાં મોટા ગામડા એવા રાજકોટની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ડ્રેનેજની ફરિયાદ ઉકેલવાનો સીટીઝન ચાર્ટર મુજબની સમય મર્યાદા શકય તેટલી વ્હેલી તકે અને ટોપ પ્રાયોરિટીમાં ઉકેલવાની હોય છે. પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનનું તત્રં સિટીઝન ચાર્ટર કે નાગરિક અધિકાર પત્રના નિયમોનું પાલન કરતુ નથી તદઉપરાંત ફરિયાદો નોંધવાની દસ–દસ પધ્ધતિ રાખી છે પરંતુ ફરિયાદો ઉકેલવાની એક પણ પધ્ધતિ સાર્થક નથી.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું છે કે કોલ સેન્ટરમાં ફરિયાદ કરો, આરએમસી ઓન વોટસએપમાં ફરિયાદ કરો, ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરો, વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર, ઝોન ઓફિસ કે મુખ્ય ઓફિસમાં ડ્રેનેજની ફરિયાદ કરો કોઇપણ સ્થળેથી ફરિયાદો ઉકેલાતી નથી.કોર્પેારેટરો ફરિયાદ માટે ફોન કરે તો પણ ઈજનેરો ફોન રીસીવ કરતા નથી કે ડ્રેનેજની ફરિયાદો ઉકેલવા ટીમ મોકલતા નથી. શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા કોલેરા, ટાઇફોઇડ, ઝાડા–ઉલ્ટી જેવા પાણીજન્ય તેમજ ડ્રેનેજની ગંદકી રસ્તા ઉપર પ્રસરી જતા ડેંગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાના કેસમાં છેલ્લા ૧૦ દિવસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડ્રેનેજની ફરિયાદોનો વોર્ડવાઈઝ રિવ્યુ કરવા માટે મ્યુનિ. કમિશ્નર પોતાના લેવલેથી તમામ ઈજનેરો સાથે સ્પેશ્યલ રિવ્યુ મિટિંગ યોજે તેવી કોંગ્રેસની માંગણી છે.
રાજકોટથી વધુ વરસાદ અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસ્યો હતો છતા ત્યાં આગળ ડ્રેનેજની ફરિયાદો ઉકેલાઈ ગઈ પરંતુ હજુ સુધી રાજકોટમાં ઉકેલાઈ નથી. ડ્રેનેજ ફરિયાદ નિકાલ કેન્દ્રો શોભાના ગાંઠીયા સમાન છે. મજુર નથી, મશીનરી નથી, કાલે આવશુ તેવા જવાબો મળે છે. જો ફરિયાદો નહીં ઉકેલાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ માટે તૈયાર રહેજો તેમ અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech