અનોખી પહેલ: તમિલનાડુના મંદિરોમાં હવે મહિલાઓ પણ કરાવશે પૂજા-પાઠ

  • September 16, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ ડીએમકેના વડા એમકે સ્ટાલિનની સનાતન ધર્મ પરની વિવાદાસ્પદ ટિપ્પણીએ તમિલનાડુમાં હલચલ મચાવી દીધી છે, ત્યારે બીજી તરફ રાજ્ય દ્વારા જ ત્રણ મહિલાઓને મંદિરના પૂજારી તરીકે નિયુક્ત કરવાની પહેલ ચચર્નિો વિષય બની રહ્યો છે. અહીં ત્રણ યુવતીઓએ લિંગના ભેદભાવોને અવગણીને ભગવાનની સેવા કરવાનો નિર્ણય કર્યો છે.
તમિલનાડુ સરકારનો હિંદુ ધાર્મિક અને સખાવતી એન્ડોમેન્ટ્સ વિભાગ 6 પુજારી તાલીમ શાળાઓ ચલાવે છે જ્યાં તમામ સમુદાયોના લોકો પુજારી બનવા માટે તાલીમ મેળવી શકે છે. આ કોર્સમાં મહિલાઓએ પ્રથમ વખત પ્રવેશ મેળવ્યો છે.


તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે દ્રવિડિયન મોડેલની સરકારે આ તે સમયે શક્ય બનાવ્યું જ્યારે સ્ત્રીઓને અશુદ્ધ માનવામાં આવે છે અને તેમને સ્ત્રી દેવતાઓના મંદિરોમાં જવાની પણ મંજૂરી નથી. સ્ટાલિને ટ્વીટ કર્યું, કે ’પાયલોટ અને અવકાશયાત્રીઓ તરીકે મહિલાઓની સિદ્ધિઓ હોવા છતાં, તેમને મંદિરના પૂજારીની પવિત્ર ભૂમિકાથી રોકવામાં આવી રહી છે. સ્ત્રી દેવતાઓના મંદિરોમાં પણ તેઓ અશુદ્ધ ગણાતી પરંતુ આખરે પરિવર્તન આવ્યું છે. મહિલાઓ પણ હવે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહી છે, જે સમાવેશીતા અને સમાનતાનો નવો યુગ લાવી રહી છે.આ પગલું ઉદયનિધિના સનાતન ધર્મ પરના વિવાદાસ્પદ નિવેદન પછી આવ્યું છે.જ્યારે ઉદયનિધિએ તેમના નિવેદનનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો હુમલો જાતિ આધારિત સમાજ વિરુદ્ધ હતો, ભાજપે તેને વિપક્ષી ગઠબંધન ભારતને ઘેરવાનો મુદ્દો બનાવ્યો હતો. પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સનાતન ધર્મને નષ્ટ કરવાના પ્રયાસની ટીકા કરી હતી. આ વિવાદને કારણે ભારત ગઠબંધનના પક્ષો વિભાજિત થઈ ગયા અને એમકે સ્ટાલિને તેમની પાર્ટીના સભ્યોને આ મુદ્દે વધુ ન બોલવા કહ્યું. કોંગ્રેસના નેતા અને સાંસદ મણિકમ ટાગોરે ટ્વીટ કર્યું, ’આ એક ક્રાંતિકારી પગલું છે. આશા છે કે કેન્દ્ર સરકાર આઝાદીના 75માં વર્ષમાં વિશેષ યોજના લાવશે અને સંસદના વિશેષ સત્રમાં તેની જાહેરાત કરશે. સંગીતકાર ટીએમ કૃષ્ણાએ લખ્યું, ’ચાલો આપણે બધા સાથે મળીને આ પગલાની પ્રશંસા કરીએ. સનાતનીઓએ ખુશ થવું જોઈએ કારણ કે આ જ સાચો સનાતન ધર્મ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application