ગુજરાત સરકારે ગ્રામપંચાયતોમાં ઇ-ગ્રામ સેવા મારફત વીસીઇ દ્વારા જ 10ને બદલે હવે 67 જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. આ માટે નાગરિકોએ ઇ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે-તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઈને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે.
ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (એઆઇ)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે.
હાલ આ 10 પ્રમાણપત્ર જ મળે છે
ગ્રામપંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઇ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસીઇને કમિશન આપવામાં આવે છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે.
આવી સુવિધાઓ હવે ગ્રામ પંચાયતમાંથી મળશે
સરકારે હવે મહેસૂલ વિભાગની 54 અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવાઓ આપવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધી સાત-બારનો દાખલો, ગામનો નમૂનો, આવકનો દાખલો, રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો કાઢવામાં આવતાં હતાં.
રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર મળી શકશે
હવે મહેસૂલ વિભાગના વારસાઇ, સોલ્વન્સી, અધિનિવાસી, દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો, લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો પણ મળશે
સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર, નો-ક્રિમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાતવર્ગનું જાતિ અંગેનું નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર(ભારત સરકારનું), જ્ઞાતિનો દાખલો, ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારનો જ્ઞાતિ(એસસી)નો દાખલો આપવો,નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના,ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, અંત્યેષ્ઠી સહાયનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી મળશે.
લોકોના સમય અને નાણાંની બચત થશે
ગ્રામપંચાયતોમાંથી અત્યારસુધી જમીનને લગતા દાખલા અને આવકના દાખલા સહિતની 10 જેટલાં પ્રમાણપત્રોની કામગીરી થતી હતી. હવે 67 પ્રકારના પ્રમાણપત્રો મળવાથી ગ્રામ્યકક્ષાના નાગરિકોને તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએ જવાની જરૂર પડશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech