હવે ચંદ્રનો હશે પોતાનો સ્ટાન્ડર્ડ સમય

  • April 04, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ સરકારે તેની સ્પેસ એજન્સી નાસાને ચદ્રં અને અન્ય અવકાશી પદાર્થેા માટે સ્ટાન્ડર્ડ સમય બનાવવા માટે કહ્યું છે. મતલબ કે હવે ચંદ્રનો પોતાનો સ્ટાન્ડર્ડ સમય હશે. વ્હાઈટ હાઉસે નાસાના વૈજ્ઞાનિકોને ચંદ્રની ઘડિયાળનો સમય નક્કી કરવા કહ્યું છે. પૃથ્વીના આ ઉપગ્રહ સુધી પહોંચવાની સ્પર્ધા વચ્ચે તેને ૨૦૨૬ સુધીમાં આ સમય નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે, જેને કોઓર્ડિનેટેડ લુનાર ટાઈમ કહેવામાં આવશે.
પ્રા માહિતી અનુસાર વ્હાઇટ હાઉસના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી (ઓએસટીપી) દ્રારા નોટિસ જારી કરવામાં આવી છે. આમાં નાસાને સરકારના અન્ય સંબંધિત મંત્રાલયો સાથે મળીને ૨૦૨૬ સુધીમાં એલટીસી માટે યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ચદ્રં અને પૃથ્વીની ઘડિયાળ અલગ છે એલટીસી પ્રમાણભૂત સમય હશે જે ચદ્રં પર જતા ઉપગ્રહો અને વાહનો માટે પ્રમાણભૂત સમય નક્કી કરશે. લોન્ચ કરવા માટે ચોક્કસ સમયની જરૂર છે.

ઓએસટીપી ચીફ આરતી પ્રભાકર દ્રારા જારી કરવામાં આવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચદ્રં પર ઊભેલા વ્યકિત માટે પૃથ્વીના સમયના આધારે ઘડિયાળમાં દરરોજ ૫૮.૭ સેકન્ડનો તફાવત હશે. તેથી પૃથ્વી અને ચંદ્રનો સમય સરખો નહીં હોય. ચદ્રં પરનો સમય પૃથ્વી પર જેવો ન હોઈ શકે કારણ કે ત્યાં ગુત્વાકર્ષણ અને અન્ય ઘણી કુદરતી અસરો અલગ રીતે કામ કરે છે. તેથી, પૃથ્વી પર જે રીતે સમય પસાર થાય છે, તે ચદ્રં પર થતો નથી. નાસાના સ્પેસ કોમ્યુનિકેશન્સ અને નેવિગેશન ચીફ કેવિન કોગિન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પૃથ્વી પર આપણે જે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ તે ચદ્રં પર અલગ ગતિએ ચાલશે.
નાસા આગામી વર્ષેામાં ચદ્રં પર માનવ વસાહત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેના આર્ટેમિસ મિશન હેઠળ, તે ટૂંક સમયમાં જ માનવોને ચદ્રં પર મોકલવાની તૈયારી કરી રહ્યો છે. નાસાનો ઉદ્દેશ્ય ત્યાં બેઝ બનાવવાનો છે યાંથી મંગળ પર મિશન મોકલી શકાય. આ ઉપરાંત ડઝનબધં દેશો અને ખાનગી કંપનીઓ પણ ચદ્રં પર પહોંચવાની રેસમાં જોડાઈ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે જેણે ગયા વર્ષે ચદ્રં પર તેનું ચંદ્રયાન ઉતાયુ હતું. એક ઓએસટીપી અધિકારીએ જણાવ્યું હતું કે ચદ્રં પરની અણુ ઘડિયાળ પ્રમાણભૂત સમય વિના, અવકાશયાન વચ્ચે ડેટા વિનિમય અને પૃથ્વી અને ચંદ્રની પરિક્રમા કરતા ઉપગ્રહો અને અવકાશયાત્રીઓ વચ્ચેના સંચારમાં મુશ્કેલીઓ આવી શકે છે. સમયની વધઘટને કારણે, ચદ્રં પર અથવા તેની નજીક સ્થિત ઉપગ્રહોની સ્થિતિ નક્કી કરવામાં ભૂલો થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application