કોલકાતાની આરજી કર હોસ્પિટલની નાણાકીય ગેરરીતિઓના કેસમાં ઈસીઆઈઆર નોંધ્યા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ હોસ્પીટલના પૂર્વ પ્રિન્સિપાલના ઘર પર દરોડા પાડા છે અને સાંકરેલ, હાવડા અને બેલેઘાટામાં તપાસ શ કરી છે. હોસ્પીટલના પૂર્વ નાયબ અધિક્ષક ડો.અખ્તરઅલીએ અહી ચાલતી નાણાકીય ગેરરીતિની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અહી ટ્રેની મહિલા ડોકટરના રેપ વિથ મર્ડર કેસમાં રોજ રોજ નના નવા ફણગા ફટી રહ્યા છે જે દર્શાવે છે કે સ્થિતિ કઈ હદે કથળી હતી.
સીબીઆઈએએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોની નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. ઘોષના સિકયોરિટી ગાર્ડ અફસર અલી (૪૪) અને હોસ્પિટલના સેલ્સમેન બિપ્લવ સિંઘા (૫૨) અને સુમન હજારા (૪૬)ની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા.
પ્રિન્સિપાલ તરીકે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડો. અખ્તર અલી દ્રારા સંસ્થામાં ઘણા કેસોમાં નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં લાવારિસ મૃતદેહોની દાણચોરી, બાયો–મેડિકલ વેસ્ટના નિકાલમાં ભ્રષ્ટ્રાચાર અને બાંધકામના ટેન્ડરોમાં ભાઈ–ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસ પહેલા આ મામલે તપાસ કરી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ પણ આ તપાસ પોતાના હાથમાં લીધી હતી.
કોલકાતા પોલીસે સંદીપ ઘોષ વિદ્ધ આઈપીસીની કલમ ૧૨૦બી, ૪૨૦ અને ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭ હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ ૨૪ ઓગસ્ટે તપાસ સંભાળી હતી. સંદીપ ઘોષની આ કલમો હેઠળ જ ધરપકડ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech