હવે શાળાઓ કરી શકશે પ્રવાસનું આયોજન: નવી માર્ગદર્શિકા જાહેર

  • October 24, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે એકસ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્રારા રાયની તમામ સ્કૂલોમાં વિધાર્થીઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી . રાયની સ્કૂલોમાં ૨૦૨૪–૨૫નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિધાર્થીઓને પ્રવાસ લઈ જવાય છે.
હવે રાયની શાળાઓમાં પ્રવાસનું આયોજન કરી શકાશે. શિક્ષણ વિભાગે પ્રવાસ માટે લીલીઝંડી આપી દીધી છે. પરંતુ પ્રવાસ આયોજન માટે નવા નિયમો સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં શાળાએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. નિયમોની વાત કરીએ તો, કોઈ પણ શાળાએ પ્રવાસનું આયોજન કરતા ૧૫ દિવસ પહેલા શિક્ષણ અધિકારીને જાણ કરવી પડશે.સાથે જ સંબંધિત આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવાની રહેશે.
રાયમાં જે–તે જિલ્લામાં પ્રવાસ હોય તો ત્યાના જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવું પડશે.રાય બહાર પ્રવાસનું આયોજન કરતા નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. અને જો શાળાએ વિદેશમાં પ્રવાસ ગોઠવવાનો હોય તો, ૧૫ દિવસ પહેલાં શિક્ષણવિભાગને સૂચના આપવાની રહેશે. મહત્વનું છે કે, વડોદરામાં હરણી બોટકાંડ બાદ રાયની તમામ શાળાઓમાં પ્રવાસના આયોજન પર પ્રતિબધં મુકવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગે નવા નિયમો સાથે મંજૂરી આપતા. શાળાઓ વિધાર્થીઓને સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસ માટે લઈ જઈ શકશે.
રાયની શાળાઓના પ્રવાસ અંગે રાય સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અંગે ગુજરાત રાયના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પ્રતિક્રિયા આપી છે. તમણે કહ્યું કે, સરકારની માર્ગદર્શિકા આવકારદાયક છે. ત્રણ નવી બાબતોનો ઉમેરો આ માર્ગદર્શિકામાં કર્યેા છે.
 આ પહેલા પણ શાળાઓ, સંચાલકો અને શિક્ષકો વિધાર્થીઓને પોતાના ગણીને જ પ્રવાસે લઈ જતા અને હેમખેમ પાછા લાવતા હતા. રાયની અંદર બહાર કે વિદેશ પ્રવાસ અંગેની માર્ગદર્શિકાથી સંકલન સુચા બનશે. નવા કોઈ વધારાના ફેરફાર નથી પણ જે પણ ફેરફાર છે તે આવકારદાયક છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application