હવે ખાનગી હોસ્પિટલ પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવાનો ફોર્સ નહીં કરી શકેઃ ગુજરાત સરકારનો પત્ર

  • December 14, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગાજેલા ખ્યાતિકાંડ બાદ હવે ગુજરાત સરકાર જાગી છે અને આરોગ્ય ક્ષેત્રે કડક પગલા લઈ રહી છે. આ કેસમાં હવે રાજ્ય સરકાર માટે જાગ્યા ત્યારથી સવાર જેવી સ્થિતિ બની છે. ત્યારે આ દિશામાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારે કડક પગલા લેતા વધુ એક નિર્ણય કર્યો છે. હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પત્ર જાહેર કરાયો. એટલે કે, ખાનગી હોસ્પિટલ પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવાનો ફોર્સ કરી શકશે નહીં.


પરિપત્રમાં શું જણાવ્યું છે?
તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને જણાવવાનું કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલ ઈન હાઉસ મેડfકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહીં. આથી દરેક ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ખાસ સૂચના દર્દીઓ દવા ખરીદ કરવા આવે ત્યારે સ્પષ્ટપણે દેખાય તે રીતે ફરજfયાતપણે લગાવવાની રહેશે. ‘"આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી’ તેવુ બોર્ડ ફરજિયાતપણે લગાવવું.




દર્દીઓ છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તેવો નિયમ બનાવ્યો 
સરકારના ધ્યાને આવ્યું કે, ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા મજબૂર બનાવે છે. કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી હોતી નથી. આવામાં ગુજરાત સરકારે દર્દીઓ છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તેવો નિયમ બનાવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે. 


ઉલ્લેખનીય છે કે, સરકાર હવે આગામી દિવસોમાં કયા ઓપરેશનના કેટલા ચાર્જ વસૂલવામાં આવશે તેના ભાવ નક્કી કરવાની દિશામાં કામગીરી કરી રહી છે. જેથી કોઈપણ ઓપરેશનના તેના નિયત કરેલા ભાવ જ વસૂલાશે. ભવિષ્યમાં સરકાર આ દિશામાં પગલા લેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application