ચંદ્રયાન–૩ની અપાર સફળતાના ૬ મહિના બાદ વધુ એક ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે . ઈસરો હવે ચંદ્રયાન–૪ની તૈયારીમાં ગુથાયું છે. ચદ્રં પરથી માટી લાવવાની દિશામાં ઈસરોના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન–૪ અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ. પહેલો સવાલ એ છે કે ચંદ્રયાન–૪માં સાધનો કેવા હોવા જોઈએ. જોકે આ વચ્ચે મહત્વની માહિતી સામે આવી છે. જેમાં ચદ્રં પરથી માટી ધરતી પર લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ચંદ્રયાન–૩ના સફળ લેન્ડિંગના લગભગ ૬ મહિના બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. ઈસરોનું કહેવું છે કે ચંદ્રયાન–૪ને લઈને આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે. આ માટે અનોખી ડિઝાઇન અને આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.
ચંદ્રયાન–૩ને ઓગસ્ટ ૨૦૨૩માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, ઇસરોએ ચંદ્રની સપાટીથી પૃથ્વી પર માટી લાવવા માટે વધુ જટિલ મિશનની યોજના બનાવી છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શનિવારે ઈન્સેટ–૩ સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન–૩ની સફળતા બાદ સ્પેસ એજન્સી ભવિષ્યમાં ચંદ્રયાન–૪, ૫, ૬ અને ૭ મિશન મોકલવા માંગે છે.
સોમનાથે કહ્યું, ચંદ્રયાન–૪ અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ. પહેલો સવાલ એ છે કે ચંદ્રયાન–૪માં સાધનો કેવા હોવા જોઈએ. તેણે કહ્યું કે આ વખતે કંઈક અલગ કરવાની યોજના છે. ઈસરોના વડાએ કહ્યું, અમે સૌ પ્રથમ નક્કી કયુ કે ચંદ્રયાન–૪ દ્રારા ચંદ્રની માટીના નમૂનાને પૃથ્વી પર લાવવાનો હતો. અમે તેને રોબોટિક રીતે કરવા માંગીએ છીએ. તેથી, આ ચર્ચા ચાલી રહી છે. અમે બધા ઉપલબ્ધ રોકેટ સાથે આ કેવી રીતે કરવું તેની ચર્ચામાં સામેલ છીએ.ચદ્રં પર જવું અને સેમ્પલ લાવવું એ ખૂબ જટિલ કાર્ય છે.અંતરીક્ષ વિભાગના સચિવે કહ્યું કે વૈજ્ઞાનિકો ચંદ્રયાન–૪ મિશન માટે ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. તેમણે કહ્યું, આ મિશનને પૂર્ણ કરવા માટે અમે ઉચ્ચ ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ. સરકારની મંજૂરી બાદ અમે આ વિષે વધુ માહિતી આપી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech