હવે ATM વગર ઉપડશે પૈસા.... બેંક ઘરે આવીને દઈ જશે પૈસા,જાણો કઈ રીતે ઉપયોગ કરવો આ સર્વિસનો 

  • January 18, 2023 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જો તમને પૈસા ઉપાડવાની જરૂર છે, પરંતુ તમારી આસપાસ કોઈ ATM નથી અને તમારું UPI પણ કામ નથી કરી રહ્યું, તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે બેઠા પૈસા મેળવી શકો છો. કોઈપણ વ્યક્તિ આ બેંકિંગ સુવિધા હેઠળ લાભ મેળવી શકે છે. જો કે, આ માટે તમારે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIની ડોરસ્ટેપ સર્વિસની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે બેંક અને ATM ની જરૂર નથી. આ સેવા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો માટે મદદરૂપ છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પર ચોક્કસ શુલ્ક વસૂલવામાં આવે છે, જે એકાઉન્ટથી અલગ અલગ હોઈ શકે છે. ચાલો જણાવીએ કે તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

આ લોકો માટે એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી
 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકોને ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. બેંકે એક મહિનામાં વિકલાંગ વ્યક્તિઓ માટે ત્રણ વ્યવહારો મફત કર્યા છે. જો કે, જો તેઓ મહિનામાં ત્રણથી વધુ વખત આ સુવિધાનો ઉપયોગ કરે છે, તો તેમને નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા અને GST ચૂકવવો પડશે.

SBI ડોરસ્ટેપ સર્વિસ રજીસ્ટ્રેશન

પૈસા ઉપાડવા અને આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા SBI ડોરસ્ટેપ સેવા માટે નોંધણી કરાવવી પડશે. સૌથી પહેલા તમારે Doorstep Banking એપ ડાઉનલોડ કરવી પડશે. હવે મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો. આ પછી ગ્રાહકે પોતાનું નામ, ઈમેલ, પાસવર્ડ (PIN) દાખલ કરવો પડશે અને ટર્મ-શરત સ્વીકારવી પડશે. નોંધણી પછી, DSB એપ પરથી SMS મોકલવામાં આવશે. હવે ગ્રાહક પિન અને અન્ય વિગતો સાથે એપમાં લોગ ઇન કરી શકશે. અહીં તમે તમારું સરનામું પણ દાખલ કરો.

SBI ડોરસ્ટેપ બેંકિંગમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા

  • DSB એપમાં લોગ ઇન કર્યા પછી, પૈસા ઉપાડવાની વિનંતી કરો અને SBI પસંદ કરો.
  • હવે ગ્રાહક એકાઉન્ટ નંબરના છેલ્લા છ અંકો દાખલ કરો અને સબમિટ કરો.
  • માન્યતા બાદ ગ્રાહકોના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે.
  • આ પછી DSB મોબાઈલ એપમાં OTP એન્ટર કરો અને સબમિટ કરો. કન્ફર્મેશન પછી તમારી વિગતો ખુલશે.
  • હવે ગ્રાહક ખાતામાંથી પૈસા ઉપાડવાની સેવા પસંદ કરો અને ટ્રાન્ઝેક્શનની રકમ દાખલ કરો અને ટ્રાન્ઝેક્શન મોડ દાખલ કરો.
  • આ પછી ગ્રાહકના ખાતામાંથી ચાર્જ કાપી લેવામાં આવશે. પછી વિનંતી નંબર દાખલ કરો.
  • ગ્રાહકને SMS દ્વારા સૂચના મોકલવામાં આવશે.
  • ગ્રાહકના ઘરે પહોંચ્યા બાદ વેરિફિકેશન કર્યા બાદ એજન્ટ પૈસા આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application