કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે EPFO 3.0 લોન્ચ થયા બાદ EPFO તેના સભ્યોને ATM કાર્ડને લઈને મોટી માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેબસાઈટ અને સિસ્ટમમાં સુધારાના પ્રારંભિક તબક્કાને જાન્યુઆરી 2025ના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
દેશના કરોડો નોકરીયાત લોકો માટે એક સારા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આ વર્ષે મે-જૂન સુધીમાં EPFO સબસ્ક્રાઇબર્સને EPFO મોબાઇલ એપ્લિકેશન અને ડેબિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં EPFO 2.0 પર કામ ચાલી રહ્યું છે અને સમગ્ર IT સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી છે, આ કામ જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ પછી મે-જૂન સુધીમાં EPFO 3.0 એપ આવી જશે. EPFO સબસ્ક્રાઇબર્સને આ એપ દ્વારા બેંકિંગ સુવિધાઓ મળશે. ખાસ વાત એ છે કે આ સાથે આખી સિસ્ટમ સેન્ટ્રલાઈઝ થઈ જશે અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ જશે.
માહિતી મુજબ તમામ સભ્યો અને વીમાધારક વ્યક્તિઓ ATM દ્વારા તેમના ભવિષ્ય નિધિ (PF)ને ઉપાડી શકશે. માહિતી મુજબ પફ ઉપાડ લાભાર્થીના ખાતામાં કુલ બેલેન્સના 50% સુધી મર્યાદિત રહેશે. એ જ રીતે, EPFO પેન્શન યોગદાનમાં વધુ સુગમતા પ્રદાન કરવા માટે એક નવી યોજના લાગુ કરવાનું વિચારી રહ્યું છે. આ દરખાસ્ત હેઠળ, કર્મચારીઓ પાસે વર્તમાન 12 ટકાની મર્યાદા કરતાં વધુ કે ઓછા કર્મચારીઓની પેન્શન યોજના (EPS) માં યોગદાન આપવાનો વિકલ્પ હશે.
મોબાઈલ બેંકિંગની જેમ, EPF ખાતાઓ માટે પણ એક ખાસ એપ તૈયાર કરવામાં આવી રહી છે, જેના દ્વારા સભ્યો તેમના ખાતામાં આવતા માસિક યોગદાન, પેન્શન ફંડ, અગાઉની નોકરીઓમાંથી યોગદાન વગેરે જેવી બાબતો જોઈ શકે છે. આટલું જ નહીં તેઓ મોબાઈલ એપ દ્વારા તેમના PF એકાઉન્ટ પર નજર પણ રાખી શકે છે.
કેટલુ કન્ટ્રીબ્યુશન? : હાલમાં, કર્મચારી અને એમ્પ્લોયર બંને કર્મચારીના મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કોઈપણ રિટેનિંગ એલાઉન્સ EPFમાં 12 ટકા યોગદાન આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPFમાં ફાળવવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયરના 12 ટકા યોગદાનને EPFમાં 3.67 ટકા અને EPSમાં 8.33 ટકા તરીકે વિભાજિત કરવામાં આવે છે. વધુમાં, ભારત સરકાર રૂ. 15,000 થી ઓછી કમાણી કરનારાઓ માટે કર્મચારી પેન્શનમાં 1.16 ટકા યોગદાન આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech