હવે આ તો રહેવા દયો: ઉપલેટામાં ગટરની કુંડીના ઢાંકણા ચોરાઈ ગયા...!!
હવે આ તો રહેવા દયો: ઉપલેટામાં ગટરની કુંડીના ઢાંકણા ચોરાઈ ગયા...!!
June 12, 2026 11:00 AM
ઉપલેટા નગર વિસ્તારોની ગટરોની કુંડીના ઢાંકણા ઉપર કોઈની મીઠી નજર લાગી હોય તેમ છાસવારે ગટરની કુંડીના ઢાંકણા ચોરાઈ જવાની ફરિયાદ લતાવાસીઓ અને નગરસેવકો તરફથી કરવામાં આવે છે. તપાસ કરતા એવું જાણવા મળે છે કે, ઢાંકણા ચોરાઈ ગયા છે તો આ ઢાંકણા ચોર કોણ છે તેવો પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉપલેટામાં ગટરની કુંડીના ઢાંકણા ચોરાવાનો સીલસીલો આમ તો બે વર્ષથી શરૂ થયો છે. શરૂઆતમાં એકલ દોકલ ઢાંકણા ચોરાતા હતા આની તપાસ કરવાને બદલે કોના બાપની દિવાળી માની નગરપાલિકા દ્રારા ઢાંકણા નવા બનાવી ફીટ કરી દેવામાં આવતા હતા. નગરપાલિકાની ઢીલી નીતિના કારણે ઢાંકણા ચોરને ખુલ્લ મેદાન મળી ગયું. ઢાંકણા ચોરવાની ફાવટ આવી જતાં છેલ્લા એક જ વર્ષમાં ૫૦થી વધુ ગટરની કુંડીના ઢાંકણા ચોરાયા હોવાની ઘટના ઘટી છે. નગરપાલિકા દ્રારા જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તો ઢાંકણા ચોર ઘરના જ ઘાતકી સાબીત થાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ઢાંકણા ચોરાયાની ઘટનામાં ત્યાં સીસીટીવી કેમેરા મોજુદ હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્રારા કોઈ તપાસના આદેશ અપાતા નથી. છેલ્લા દોઢ વર્ષમાં નગરપાલિકા દ્રારા ૩૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજુર કરી ઢાંકણા ફીટ કરવા છતાં હાલમાં મોટાભાગની નગરસેવકો અને ગ્રામજનોની માગણી કુંડીના ઢાંકણા ફીટ કરવાની ચાલુ રહી છે ત્યારે કુંડીના ઢાંકણા ચોરને પકડવો એ એક ચર્ચાનો વિષય બન્યો છે.