હવે માત્ર ૬૦ મિનિટમાં જ ખબર પડશે કે મગજનું કેન્સર છે કે નહી

  • September 03, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિજ્ઞાનીઓએ મગજના કેન્સરને શોધવા માટે નવી પદ્ધતિ લિકિવડ બાયોપ્સી વિકસાવી છે. તે સામાન્ય સર્જિકલ બાયોપ્સી કરતાં ઝડપી અને વધુ સચોટ છે. લિકિવડ બાયોપ્સીમાં, માત્ર ૧૦૦ માઇક્રોલિટર લોહીનો ઉપયોગ થાય છે. તેનો અર્થ એ છે કે ટેસ્ટ માત્ર એક ટીપા લોહીથી કરવામાં આવે છે. આના દ્રારા, ગ્લિઓબ્લાસ્ટોમા (સૌથી ઘાતક પ્રકારની મગજની ગાંઠ) સાથે સંકળાયેલ બાયોમાર્કર્સ માત્ર ૬૦ મિનિટમાં શોધી શકાય છે.
યુએસએની નોટ્રે ડેમ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો સાથે મળીને નવી પદ્ધતિ વિકસાવી છે. કોમ્યુનિકેશન્સ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે ગ્લિઓબ્લાસ્ટોમાને શોધવા માટેની અન્ય જાણીતી પદ્ધતિ કરતાં આ વધુ સચોટ પદ્ધતિ છે. કિલનિકલ ટેસ્ટમાં ૨૦ ગ્લિઓબ્લાસ્ટોમા દર્દીઓ અને ૧૦ સ્વસ્થ લોકોના લોહીના નમૂનાઓ પર લિકિવડ બાયોપ્સી કરવામાં આવી હતી. તેના પરિણામો આશાસ્પદ હતા. મગજના કેન્સરના નિદાનમાં આ એક મોટું પગલું છે.
સંશોધકો કહે છે કે નિદાન પછી, ગ્લિઓબ્લાસ્ટોમા દર્દી સરેરાશ ૧૨–૧૮ મહિના જીવે છે. સામાન્ય રીતે આ જીવલેણ કેન્સર (મગજનું કેન્સર) શોધવા માટે સર્જિકલ બાયોપ્સી જેવી મુશ્કેલ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. તે ઘણો સમય લે છે. નવી પદ્ધતિ બાયોમાર્કર્સ અથવા એકિટવેટેડ એપિડર્મલ ગ્રોથ ફેકટર રીસેપ્ટર્સને શોધવા માટે ઇલેકટ્રોકાઇનેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
નવી પદ્ધતિમાં, એજીએફઆર શોધવા માટે ખાસ બાયોચિપનો ઉપયોગ કરવામાં આવે છે. ચિપની કિંમત બે ડોલર (લગભગ ૧૬૭ પિયા) કરતા ઓછી છે. તેમાં બોલપોઈન્ટ પેનની ટીપના કદ જેટલું નાનું સેન્સર છે. યારે લોહીનો નમૂનો બાયોચિપ સાથે અટવાઇ જાય છે, ત્યારે પ્લામા સોલ્યુશનમાં વોલ્ટેજ બદલાય છે. આ ઉચ્ચ નકારાત્મક ચાર્જ બનાવે છે, જે કેન્સરની નિશાની છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application